ગુજરાત

gujarat

ETV Bharat / state

કોઈ સીધી કે આડકતરી રીતે કોર્ટને પ્રભાવિત નહીં કરી શકેઃ હાઈકોર્ટ - અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે લિસ્ટ થયેલી જામીન અરજીના કેસની સુનાવણી પહેલા સવારે જસ્ટિસ બેલા ત્રિવેદીને MLA નિરંજન પટેલ ઓળખ બતાવી અજાણ્યો કોલ આવતા હાઈકોર્ટે અજાણ્યા કોલ નંબરના મૂળધારક અને પેટલાદના ધારાસભ્યોને નિવેદન બુધવારના રોજ રજૂ કરવાનો આણંદ પોલીસ જિલ્લા વડાને આદેશ કર્યો છે.

કોઈ સીધી કે આડકતરી રીતે કોર્ટને પ્રભાવિત નહિ કરી શકેઃ હાઈકોર્ટ
કોઈ સીધી કે આડકતરી રીતે કોર્ટને પ્રભાવિત નહિ કરી શકેઃ હાઈકોર્ટ

By

Published : Jun 23, 2020, 9:22 PM IST

અમદાવાદઃ આ કેસને લઇને અવલોકન કરતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિ સીધી કે બીજી રીતે ન્યાયિક પ્રક્રિયાને હાનિ પહોંચે એ રીતે કોર્ટનો સંપર્ક અથવા તેને પ્રભાવિત કરી શકે નહિ. હાઈકોર્ટે સોમવારના આદેશમાં રજીસ્ટ્રીને (IT) અજાણીયા નંબરની વિગત સાથેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ રજીસ્ટ્રી દ્વારા મંગળવારે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અજાણ્યો નંબરનો ધારક તોસિફ વ્હોરા હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટે અજાણ્યા નંબર ધારક તોસિફ વોરા અને MLA નિરંજન પટેલનો નિવેદન રજૂ કરવાનો જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 24મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે મહત્વનો અવલોકન કરતા કહ્યું કે જે કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે તેની સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી શકે છે. હાઇકોર્ટ રજીસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અજાણ્યો નંબર વર્ષ 2018માં રિલાયન્સમાંથી જિયોમાં પોર્ટ કરવામાં આવ્યો હતો. આરોપીના વકીલ તરફે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મૂળ અરજદારની ધરપકડ કરવા માટે પોલીસને પણ નિરંજન પટેલ નામના કેટલાક અજાણ્યા કોલ આવ્યા હતા.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે સોમવારે લિસ્ટ થયેલી જામીન અરજીની સુનાવણી પહેલા જસ્ટિસ બેલા ત્રિવેદીને અજાણ્યો કોલ નંબરથી કોલ આવ્યો હતો. જેમાં પોતે MLA નિરંજન પટેલ વાતની ઓળખ આપી હતી, ત્યારબાદ જસ્ટિસે તરત જ કોલ કટ કરી નાખ્યો હતો. જોકે ફરી ત્રણવાર આ કોલ આવતા ન્યાયાધીશે ફોન ઉપાડ્યો નહિ.

ABOUT THE AUTHOR

...view details