નિત્યાનંદ કેસ: જનાર્દન શર્મા અને તેમની પત્ની સહિત ઉચ્ચ પોલીસ અધિકારી સામે FIR દાખલ - નિત્યાનંદ ગુરુકુળ
હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ ગુરુકુળમાં વોરંટ કે મંજૂરી વગર વિદ્યાર્થીઓના નિવેદન નોંધવા માટે ગુરુકુલમાં ઘૂસી વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવી તેમની સાથે ક્રૂરતા આચરી હોવાના આક્ષેપ થયા હતા. જે બાબતે રીટ દાખલ કરાતા અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ જનરધાન શર્મા, તેમની પત્ની, તપાસ અધિકારી કેટી કામરીયા, સહિત કુલ 14 લોકો સામે ગુનો દાખલ કરતા તમામ 14 લોકો સામે શનિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદ: જનાર્દન શર્મા, તેમની પત્ની, તપાસ અધિકારી કેટી કામરિયા, વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સહિત CWCના અધિકારીઓએ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નિવેદન નોંધવા માટે 15મી નવેમ્બરમાંના આશ્રમમાં ગયા હતા. ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી ગિરીશ તુરલાપતિએ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય પોકસો કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે કોઈ પણ પ્રકારનો વોરંટ કે મંજૂરી લીધા વગર જવાબદાર અધિકારીઓ જનાર્દન શર્મા સાથે ગુરુકુળમાં ઘૂસી મહિલા વિદ્યાર્થીઓને નિવેદન નોંધવા માટે અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. એટલું જ નહીં સ્વામી નિત્યાનંદને બળાત્કારી અને હત્યારો ગણાવ્યો હતો.
નોંધનીય છે કે, વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પી.આઇ રાણાએ તેમની સામે એફઆઈઆર નોંધવાનો હુકમ પર સ્ટે મેળવવા માટે અરજી દાખલ કરાતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી. અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસ તપાસમાં વાલી કે અન્ય કોઈ વ્યક્તિને સાથે રાખવામાં આવ્યા નથી અને બાળકો સાથે બળજબરી પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેથી જવાબદાર અધિકારીઓ સામે મેજિસ્ટ્રેટ પોતાના સત્તાનો ઉપયોગ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપે તેવી માંગ કરી હતી. જેને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.