ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમ : કેસની તપાસ CBIને સોંપવા માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ - નિત્યાનંદ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે બંને દીકરીઓને પરત મેળવવા પિતા દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ રિટ અને આશ્રમની સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ધરપકડ સિવાય આ કેસમાં પોલીસ દ્વારા વધુ કોઈ સારી કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે જેમાં આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી

નિત્યાનંદ આશ્રમ : કેસની તપાસ CBIને સોંપવા માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ
નિત્યાનંદ આશ્રમ : કેસની તપાસ CBIને સોંપવા માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ

By

Published : Feb 4, 2020, 2:19 PM IST

અમદાવાદઃ નિત્યાનંદ કેસમાં દીકરીઓને પરત મેળવવાના કેસ સંદર્ભે અરજદાર દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ થઇ તેના 70 દિવસ વીતી ગયા છતાં પોલીસ મુખ્ય આરોપી નિત્યાનંદ કે બંને દીકરીઓને પણ પરત લાવવાની શકી નથી.જેથી આ કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવે. અગાઉની સુનાવણી દરમિયાન જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ પિતા જનાર્દન શર્મા તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બંને દીકરીઓ જમાઈકાના ભારતીય હાઈ-કમિશન સમક્ષ સોગંદનામું કરવા ગઈ ત્યારના સીસીટીવી ફૂટેજ રજૂ કરવાની માગ કરાઈ હતી.

નિત્યાનંદ આશ્રમ : કેસની તપાસ CBIને સોંપવા માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરાઈ
હાઇકોર્ટમાં પિતા જનાર્દન શર્મા તરફે રજૂ કરેલા સોગંદનામામાં દલીલ કરવામાં આવી હતી કે બંને દીકરીઓએ સ્વેચ્છાએ સોગંદનામું રજૂ કર્યું છે કે કેમ આ અંગેની ચકાસણી માટે વિદેશ મંત્રાલય જમાઈકામાં આવેલા ભારતીય હાઈ કમિશન પાસેથી આ સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવે. અગાઉ બંને દીકરીઓ દ્વારા ભારતીય એમ્બેસી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાધન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બેસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદે કોર્ટને જણાવે તેવું અવલોકન કર્યો હતોઅરજદાર - પિતા જર્નાધન શર્મા તરફે વકીલ યતીન ઓઝાએ દલીલ કરી હતી કે બંને દીકરીઓ દ્વારા જે સોંગદનામાં રજુ કરવામાં આવ્યા છે તે બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યા નથી તે સાબિત થતું નથી. દીકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દીકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે જો આશ્રમના લોકો તરફે બન્ને દીકરીઓને મદદ કરવામાં આવી રહી છે તો શું આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકાય. આ મુદે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે આજના યુગમાં 15 વર્ષના બાળકો બધા નિર્ણય લેતા હોય છે.અરજદારના વકીલે દલીલ કરી હતી કે કોર્પસને હેરાન કરવામાં આવ્યા છે તેવા અનેક વીડિયો છે અને મટિરિયલ પિતા જર્નાધન શર્મા પાસે હોવાની દલીલ કરી હતી. નિત્યાનંદિતાને નેપાળ મુકવા ગયેલા વ્યકિતની રહસ્મય રીતે મૃત્યુ થયું છે. આ મુદે પિતા જર્નાધન શર્માએ કોર્ટને રજૂઆત કરી હતી કે હુ આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યો છે એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બંને દીકરીઓ અને તેમની હત્યા થઈ જશે તેવી શંકા વ્યકત કરી હતી. બંને દીકરીઓને ભારતમાં મળવા માગું છું તેવું જર્નાધન શર્માએ કોર્ટને જણાવ્યું હતું. અરજદારના વકીલે પિતા જર્નાધન શર્મા પાસે બંને દિકરીઓને શારીરિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.અગાઉ બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દીકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ કરતાં કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દીકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દીકરીઓને રજુૂકરવાનો આદેશ કર્યો હતો. સોંગદનામાં બંને દીકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતાપિતા દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.

બાઈટ - પ્રીતેશ શાહ, અરજદારના વકીલ, ગુજરાત હાઇકોર્ટ

ABOUT THE AUTHOR

...view details