ગુજરાત

gujarat

ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહની કામગીરી અંગે વિગતો આપી - અમદાવાદ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું છે. રાજ્યના નાણાંપ્રધાન નીતિન પટેલ 03 માર્ચે રાજ્યનું બજેટ રજૂ કરશે.

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
વિધાનસભાનું બજેટ સત્ર શરૂ

By

Published : Mar 1, 2021, 3:56 PM IST

  • આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
  • પહેલા દિવસે રાજ્યપાલનું ઉદબોધન
  • દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. બપોરે 12:00 કલાકે વિધાનસભામાં સૌ પ્રથમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર ધારાસભ્યોને સંબોધન કરશે. ત્યારબાદ 15 મિનિટ રીશેષ રહેશે. રીશેષ બાદ ગુજરાતના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી ગૃહ મુલતવી રાખવામાં આવશે.

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ

03 માર્ચે રાજ્યના નાણાંપ્રધાન નીતિન પટેલ રાજ્યનું બજેટ કરશે રજૂ

જ્યારે 03 માર્ચે વિધાનસભામાં બે બેઠકો યોજાશે. 03 માર્ચે સવારે 10 કલાકે સૌ પ્રથમ એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ રહેશે. ત્યારબાદ ગુજરાત રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે.

02 માર્ચે ગૃહમાં રજા

02 માર્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતનો પરિણામ હોવાથી ગૃહમાં રજા રહેશે.

ABOUT THE AUTHOR

...view details