- ACBના ઇતિહાસમાં સૌથી મોટી રકમ જપ્ત
- મીના બજારની શાખામાંથી 74 લાખની રોકડ મળી
- સ્ટેટ ઇજનેરે કોન્ટ્રાકટર પાસે લાંચ માંગી
અમદાવાદ :ગાંધીનગર ACBએ ત્રણ દિવસ પહેલા મળેલી ફરિયાદને આધારે ટ્રેપ ગોઠવીને સર્વ શિક્ષા અભિયાનના વર્ગ-2ના અધિકારી નિપુણ ચોક્સીને સમી ખાતે બિલ્ડીંગ બનાવવાના બિલો પાસ કરાવવા માટે લાંચ લેતા ઝડપી લીધા હતા. ત્યારબાદ બે દિવસના રિમાન્ડ પછી પ્રથમ ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના ગાંધીનગર નાગરિક કો-ઓપરેટીવ બેંકની મીના બજાર સચિવાલય અને સેક્ટર-6 બ્રાંચ તેમજ સેક્ટર-16માં આવેલી કેનેરા બેંકની વિગતો મળી હતી.
આ પણ વાંચો : ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ
ACBના ઇતિહાસની સૌથી મોટી રકમ જપ્ત કરાઇ
બેંકમાં નિપુણ ચોક્સીના નામે લોકર હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન મીના બજારની શાખામાંથી 74 લાખની રોકડ મળી આવી હતી. તો સેક્ટર-6માં આવેલી શાખામાંથી 1 કરોડ 52 લાખ 75 હજારની રોકડ જપ્ત કરી હતી. જે અત્યાર સુધીના ACBના ઇતિહાસની સૌથી મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી. સેક્ટર-16માં આવેલી કેનેરા બેંકના લોકરમાંથી 10 લાખ રુપિયાના દાગીના મળી આવ્યા હતા. આ મામલે હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.