- ધંધુકા અને ધોલેરાના અંદાજે 22 જેટલા કર્મચારીઓના રાજીનામા યુનિયનને મોકલી અપ્યા
- તા.16,17 અને 18 સુધી પ્રતિકારત્મક હડતાલનું આયોજન
- સરકારને સામુહિર રાજીનામા આપવામાં આવશે
અમદાવાદ : નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓએ તારીખ 12 થી 14 સુધી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવી હતી. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષથી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમારા કુટુંબની પરવા કર્યા વિના અમારા જીવના જોખમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છીએ, જે કામગીરીને પણ રાજ્ય સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી, સરકાર અમારી સતત અવગણના કરી રહી છે, તેમ છતા અમારા યુનિયનના તમામ કર્મચારીઓને હકારાત્મક પરિણામની આશા રાખીને બેઠા હતા. શનિવારે યુનિયન સાથેની બેઠકમાં હકારાત્મક જવાબ ન મળતાતા તારીખ 16 થી 18 સુધી પ્રતિકારાત્મક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ સરકાર હકારાત્મક જવાબ નહીં આપે તો સમગ્ર રાજ્યના NHMના ડોક્ટર તેમજ હેલ્થના તમામ કર્મચારીઓ સામૂહિક રાજીનામા ધરી દેશે.
આ પણ વાંચો :IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ, રાજકોટના 1800 ડૉક્ટર જોડાયા