ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી ખેડૂતોની નહીં પરંતુ અદાણી-અંબાણીની લોન માફ કરે છે :નવજોતસિંહ સિદ્ધુ - LoksabhaElection

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં સભા દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી ખેડૂતોની લોન માફ નથી કરતા પરંતુ તેમના મિત્ર સમાન અંબાણી-અદાણીની લોન માફ કરે છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 17, 2019, 11:57 PM IST

નોટબંધી વિશે વાતચીત કરતા સિદ્ધુએ કહ્યું કે, નોટબંધીમાં બેંકોની બહાર જે લાઈન લાગી હતી તેમાં અંબાણી કે અદાણી નહીં પરંતુ સામાન્ય પ્રજા લાઇનમાં ઉભી હતી. પેટમાં કાંઈ જ નથી પણ મોદી સરકાર લોકો પાસેથી યોગા કરાવે છે. સિદ્ધુએ વધુમાં કહ્યું કે, ખિસ્સામાં પૈસા નથી અને સરકાર ખાતા ખોલાવે છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, સરકાર શહીદોના નામે પણ રાજકારણ રમી રહી છે અને વડાપ્રધાન શહીદોના નામે જે વોટ માંગી રહ્યા છે એ ખરેખર શરમજનક બાબત છે.

અમદાવાદમાં નવજોતસિંહ સિદ્ધુએ યોજી સભા

અમદાવાદ કોંગ્રેસી ઉમેદવાર રાજુ પરમારના પ્રચાર માટે આવેલા સિદ્ધુએ પોતાને જન્મથી જ કોંગ્રેસી ગણાવ્યો હતો. ભાજપ સરકાર પંજાબમાં તસ્કરો અને ડાકુઓ સાથે મળી હોવાથી તેમણે છેડો ફાડ્યો હોવાની કબૂલાત કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details