ગુજરાત

gujarat

ETV Bharat / state

નરોડા પાટીયા કેસઃ બીમારીને કારણે બાબુ બજરંગીના જામીન મંજૂર - illness

અમદાવાદઃ નરોડા પાટીયા હત્યાકાંડ હેઠળ જેલમાં બાબુ બજરંગીને બીમારીને કારણે જામીન મળી ગયાં છે. 2002ના નરોડા પાટીયા હત્યાકાંડમાં 21 વર્ષની કારાવાસની સજા ભોગવી રહેલા બાબુ બજરંગીને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 7, 2019, 2:24 PM IST

Updated : Mar 7, 2019, 3:32 PM IST

મહત્વનું છે કે, બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં આંખની રોશની જતી રહી હોવાથી અને બાયપાસ સર્જરીનું કારણ આપી એક અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખી કોર્ટે ગુજરાત સરકાર પાસે મેડિકલ રીપોર્ટ માંગ્યો હતો.

નોંધનીય છે કે, નરોડા પાટિયા કેસ વર્ષ 2002માં ગુજરાત ગોધરાકાંડ સાથે જોડાયેલો છે. જેમાં 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. સબરમતી ટ્રેન અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો ભરી અમદાવાદ આવી રહી હતી. જેમાં 59 કારસેવકોના મોત થયા હતા.

આ ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધનું એલાન આપ્યું હતું. એલાન દરમિયાન નરોડા પાટીયા વિસ્તારમાં હિંસા થઈ હતી. જેમાં 97 લોકોના મોત થયાં હતાં. જેથી ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં બાબુ બજરંગીને 2018માં 21 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે ટ્રાયલ કોર્ટે બજરંગીને ઉમર કેદની સજા કરી હતી. આ સજાને હાઇકોર્ટે ઘટાડીને 21 વર્ષ કરી દીધી હતી.

Last Updated : Mar 7, 2019, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details