અમદાવાદઃ શહેરના નારણપુરા સ્થિત લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનની ઓફિસમાં પણ આગની ઘટના બની હતી. બે માળની બિલ્ડિંગમાં બીજા માળે સર્વર રૂમ આવેલો છે. જ્યાં પંખામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જ્યારે સર્વર રૂમમાં ફાઈલો અને અન્ય સ્ટેશનરીની વસ્તુઓ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગ લાગતા તમામ કર્મચારીઓ દોડીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી પહોંચ્યા હતા. તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ સૌ પ્રથમ તો બારીના કાચ તોડીને ધુમાડાને જવા જગ્યા કરી હતી.ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
અમદાવાદમાં નારણપુરાની LIC ઓફિસમાં આગ લાગી - ઓફિસમાં આગ લાગી
અમદાવાદ શહેરમાં તાપમાન નીચું રહેતાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે. છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ ત્રણ જેટલી ઓફિસમાં આગ લાગી હતી. જેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ રહ્યું છે.
અમદાવાદમાં નારણપુરાની LIC ઓફિસમાં આગ લાગી
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે, ઉનાળા અને ચોમાસા દરમિયાન અમદાવાદ ફાયર વિભાગ આગ તેમજ ઝાડ પડવાની ઘટનાના રેસ્ક્યુ કાર્યમાં વ્યસ્ત બને છે.