ગુજરાત

gujarat

ETV Bharat / state

આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર થશે: અમિત ચાવડા - Gujarati news

અમદાવાદ: અમિત ચાવડા સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને લીગલ સેલના હેડની પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક થઈ હતી. જેમાં ફોર્મ ભરવા માટે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી તથા આગામી પ્રોગ્રામને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આવતીકાલે ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામો જાહેર થશે

By

Published : Mar 25, 2019, 7:18 PM IST

અમિત ચાવડા બાદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ દિલ્હી જવા રવાના થયા છે. આવતીકાલે સ્ક્રીનિંગ કમિટીની બેઠકયોજાશે, જેમાં ગુજરાતના બાકી ઉમેદવારોની ચર્ચા કરાશે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, બાકીના ઉમેદવારો આવતી કાલે જાહેર થઇ શકે છે. સ્ક્રીનિંગ કમિટીમાં સર્વ સંમતિથી નામો મંજુર કરવામાં આવશે. સ્ક્રીનિંગ કમિટી બાદ CECની બેઠક મળશે.

આવતીકાલે ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામો જાહેર થશે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા અને શહેર પ્રમુખ સાથે બેઠક કરી હતી. જેમાં ચૂંટણીમાં પાર્ટીએ કેવીરીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા કરી આચારસંહિતા મુદ્દે કોંગ્રેસ લીગલ સેલ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઇને ચૂંટણીલક્ષી તૈયારી મુદ્દે બેઠક યોજાઇ હતી અને બુથ મેનેજમેન્ટ અંગે પણ કાર્યક્રમ યોજાશે.

રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત અંગે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા દેશના સામાન્ય ગરીબ અને છેવાડાના માણસોની ચિંતા કરી યોજનાઓ બનાવી. રાહુલજીનું નેતૃત્વ ખાલી વાયદાઓ નહીં, પરંતુ વચન આપે તે કરી બતાવે તેવું નેતૃત્વ છે. ખેડૂતોના દેવા માફીની જેમ ગરીબોને લઘુતમ આવકનો અધિકાર મળે તે માટે મિનિમમ ઇનકમ ગેરેન્ટી આપવાનું વચન દેશની જનતાને કોંગ્રેસ પક્ષે આપ્યું છે. આવનારી કોંગ્રેસની સરકાર દેશના ગરીબ લોકો અને ખેડૂતો માટે યુવાનો અને દેશની આર્થિક પ્રગતિ માટે કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details