આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા જમીન વિવાદનો ચૂકાદો જાહેર થવાનો છે, તેવા સંજોગોમાં ગુજરાત અને દેશમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે હેતુથી રાષ્ટ્રીય શિયા સુફી સંગઠનના નેજા હેઠળ ગુજરાતના પ્રમુખ અને દરગાહના સજજાદા નશીન સૈયદ જલાલુદ્દીન મશ્હદી બાબા, સૈયદ અનિક બાબા મશ્હદી તેમજ ગુજરાતના મહામંત્રી સુફી અનવર હુસૈન શેખ અને અન્ય સુફી સંતો તેમજ હજારો મુસ્લિમો દ્વારા જુમ્માની નમાઝ પછી દરગાહમાં ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
અમદાવાદમાં અયોધ્યા ચુકાદા વખતે કોમી એખલાસ માટે મુસ્લિમ બિરાદરોએ કરી દુઆ - અયોધ્યા વિવાદ
અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ બાબતે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પૂર્વે દેશ અને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અમદાવાદની ઉસ્માનપુરા દરગાહમાં ખાસ દુઆ કરવામાં આવી હતી.
muslim-communitie
દેશમાં શાંતિ અને સલામતી, એકતા અને અખંડિતતા જળવાઈ રહે, તેવી ભાવના સાથે બદંગી કરાઈ હતી. સમગ્ર ભારતીય સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ બનેલો રહે, વિનાશકારી શક્તિઓથી દેશ સુરક્ષિત રહે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓના બને તે માટે હજરત સૈયદ શમ્મે બુરહાનીની દરગાહ પર ખાસ દુઆઓ કરવામાં આવી હતી.