ગુજરાત

gujarat

ETV Bharat / state

વંદે ભારત એક્સપ્રેસ ભેંસોના ટોળાને કારણે ક્રેશ થઈ

ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે પશુઓની(vande mataram accident) ટક્કરને કારણે ક્રેશ થઈ ગઈ હતી.

વંદે ભારત એક્સપ્રેસ ભૈંસોના ટોળા સાથે અથડાઈ, અકસ્માતમાં આગળના ભાગને નુકસાન
વંદે ભારત એક્સપ્રેસ ભૈંસોના ટોળા સાથે અથડાઈ, અકસ્માતમાં આગળના ભાગને નુકસાન

By

Published : Oct 6, 2022, 4:08 PM IST

Updated : Oct 6, 2022, 4:27 PM IST

અમદાવાદ: ગુજરાતમાં મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે પશુઓની ટક્કરને કારણે અથડાઈ ગઈ હતી.(vande mataram accident ) એવું કહેવાય છે કે સવારે 11.15 વાગ્યે વટવા અને મણિનગર સ્ટેશન નજીક રેલ્વે લાઇન પર ભેંસોના ટોળા આવી જતા ટ્રેનના આગળનો ભાગ તૂટી ગયો હતો.

વંદે ભારત એક્સપ્રેસ ભેંસોના ટોળાને કારણે ક્રેશ થઈ

સેવાને કોઈપણ રીતે અસર થઈ નથી:આ માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પીઆરઓ જેકે જયંતે આપી હતી. જો કે, રેલ્વેએ કહ્યું હતુ કે, આનાથી સેવાને કોઈપણ રીતે અસર થઈ નથી.(train crash by buffalo ) અકસ્માતને કારણે ટ્રેનને થોડો સમય રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી.

3-4 ભેંસ ટ્રેક પર આવી ગઈ હતી:રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, ટ્રેન મુંબઈથી ગાંધીનગર જઈ રહી હતી. વટાવા- મણીનગર સ્ટેશન વચ્ચે અચાનક 3-4 ભેંસ ટ્રેક પર આવી ગઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું. જોકે, ટ્રેનમાં કોઈ સમસ્યા આવી ન હતી. પ્રાણીઓના અવશેષો દૂર કર્યા બાદ ટ્રેનને 8 મિનિટ પછી જ આગળ ધકેલી દેવામાં આવી હતી અને તે સમયસર ગાંધીનગર પહોંચી હતી. તેમણે કહ્યું કે રેલવે દ્વારા આસપાસના ગામડાઓમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ ટ્રેકની આજુબાજુ ઢોરને ખુલ્લામાં ન છોડે.

ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન મુંબઈથી અમદાવાદના રૂટ પર દોડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેનમાં પહેલા કરતા ઘણી નવી સુવિધાઓ છે.

Last Updated : Oct 6, 2022, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details