કોરોના વાયરસઃ અમદાવાદમાં 2 દિવસમાં 16થી વધુ નેગેટિવ રિપોર્ટ, સ્પેશિયલ લેબની વ્યવસ્થા
દેશભરમાં કોરોના વાયરસનો ભય છે ત્યારે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે, જેનો રિપોર્ટ અહીંથી પુણે મોકલવા પડતા હતા ત્યારે, આટલો વિલંબ ન કરવો પડે અને ઝડપી રિપોર્ટ મળે તે હેતુથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના બી.જે.મેડિકલ કાૅલેજમાં કોરોના વાયરસ માટે લેબ ઉભી કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વાયરસના 2 દિવસમાં 16થી વધુ નેગેટિવ રિપોર્ટ
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના કેમ્પસમાં જ કોરોના વાયરસ માટેના રિપોર્ટની ચકાસણી કરવા માટે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબમાં ગુજરાતભરના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ ચકાસવામાં આવી રહ્યા છે. 2 દિવસમાં 16 જેટલા રિપોર્ટ તપસ્યા પરંતુ સદનસીબે તમામ રિપોર્ટ નેગેટિવ જ આવ્યા છે. આજે રવિવાર હોવા છતાં લેબ ચાલુ જ રાખવામાં આવી છે અને શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસવામાં આવી રહ્યા છે.