મોરબી: એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ખાનપર ગામની સીમમાં આવેલી યશપાલસિંહ ઘનુભા જાડેજાની વાડીમાં રેડ કરી હતી. જેમાં વાડીની ઓરડીમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની 190 બોટલ અને દેશી બનાવટની મેગ્જીન વાળી એક પિસ્તોલ તેમજ જીવતા કારતુસ મળી આવ્યા હતાં.
મોરબીમાં વિદોશી દારૂનો જથ્થો અને પિસ્તોલ સહિત 1 આરોપીની ધરપકડ - morbi lcb
મોરબીના ખાનપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં બાતમીના આધારે એલસીબીએ રેડ કરતા વાડીની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો તેમજ હથિયાર મળી આવ્યું હતું. એલસીબીએ દારૂના જથ્થા અને હથિયાર સહિત કુલ 1.8 લાખનો મુદામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે.
મોરબી: ઈંગ્લીશ દારૂનો જથ્થો અને પિસ્તોલ સહિત એક આરોપીની ધરપકડ
એલસીબીએ આરોપી યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી રૂપિયા 1.8 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે આરોપીની પુછપરછ કરતા અન્ય એક આરોપી નરેશભાઇનું નામ સામે આવેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.