ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાં હાલ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાઇ રહ્યો છે. શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. બે દિવસ ભારે ગરમી બાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે.monsoon 2022 in gujarat, Rain In Gujarat, Heavy rain in Ahmedabad

અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

By

Published : Sep 1, 2022, 2:52 PM IST

અમદાવાદ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં છેલ્લા 2 દિવસ ભારે ગરમી બાદ આજ વહેલી સવારથી અમદાવાના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ(monsoon 2022 gujarat )જોવા મળ્યો હતો. સવારથી અમદાવાદ શહેરને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. 11 વાગ્યાની આસપાસ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ( Rain In Gujarat )થયો હતો. જેમાં શહેરના વિરાટનગર, ઓઢવમાં 2 ઈંચ. ચકુડિયા, મણિનગર, વટવામાં પોણા બે ઈંચ, રામોલ, ઉસમાનપુરમાં 1 ઈંચ, ગોતા, દાણાપીઠમાં દોઢ ઇંચ વરસાદ ખબકયો હતો.

અમદાવાદમાં ધોધમાર વરસાદ

આ પણ વાંચોરાજકોટમાં આવ્યો 3.5ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

વાસણા બેરેજના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં (ahmedabad rain)બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં (Heavy rain in Ahmedabad )એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વમાં વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. હાટકેસવર સરકલ બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું છે. વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જવા મળ્યા હતા.

આ પણ વાંચોભારે બફાટ બાદ હાશકારો, મેઘરાજાએ કરી એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી(Gujarat Weather Prediction )મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ અને વડોદરામાં વરસાદ પડશે.હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યના 15 તાલુકામાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details