સરસપુર વિસ્તારમાં સિટીગોલ્ડ સિનેમા નજીક પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરા શનિવારે સાંજે ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે, પાડોશમાં રહેતો શખ્સ ઘરમાં આવ્યો હતો. પાછળથી સગીરાને પકડી તેની સાથે અડપલાં કર્યા હતા.
અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે પાડોશી યુવકે કર્યા અડપલાં - Anand modi
અમદાવાદ: સરસપુર વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે પાડોશી યુવકે અડપલાં કર્યા હોવાનો બનાવ બન્યો છે. સગીરા ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક ઘરમાં ઘુસી યુવકે અડપલાં કર્યા હતા. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
ahd
સગીરા બુમાબુમ કરીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને આસપાસના લોકો ભેગા થઈ જતા યુવક ભાગી ગયો હતો. આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.