અમદાવાદગઇ કાલે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(Narendra Modi Road Show) 32 કિમીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. આ રોડ - શોમાં તેને અમદાવાદની 13 વિધાનસભાબેઠક આવરી લેતો રોડ-શો(Gujarat Assembly Election 2022) હતો. ત્યારે આ રોડ-શો દરમિયાન અનેક લોકો ઉમટી પડ્યા હતા. મોદીની એક ઝલક જોવા માટે તલપાપડ થતા હોય તેવું પણ નજરે પડ્યું હતું. પ્રધાનમંત્રીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન કર્યું હતું. અમદાવાદની 16 બેઠકો છે ત્યારે 16માંથી 13 બેઠકોને આવરી લેવામાં આવી હતી. તો આ બેઠકોમાંથી 10 બેઠકો એવી છે કે જયાં ભાજપે(BJP Party Ahmedabad) નવા ઉમેદવારોને ઉતાર્યા છે. અમદાવાદનો બાપુનગરવિસ્તારમાં કોંગ્રેસ 3 હજાર મતથી જીતી હતી. અને હવે આ બેઠક પર ભાજપની ખાસ નજર જોવા મળી રહી છે. અને આ બેઠકને આંચકી લેવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે.
રોડ-શો પૂરો કરતાં સાડા ત્રણ કલાક લાગ્યાગઇ કાલે પ્રધાનમંત્રીએ 32 કિમીનો રોડ-શો કર્યો હતો અને તેને ખતમ કરતા 3.30 કલાક લાગ્યા હતા. આ રોડ-શો નરોડા ગામથી શરૂ થયો હતો. નરોડાથી શરૂ થયેલો આ રોડ-શો ચાંદખેડામાં આખરે 3.30 કલાક પછી પુરો થયો હતો. ત્યારે અમદાવાદની દરેક બેઠક (ahmedabad assembly seat) પર કાંટેની ટક્કર જોવા મળી રહી છે.
નરોડા બેઠકઆ બેઠક પરથી ડો. પાયલ કુકરાણીને ઉતારવામાં આવ્યા છે. 2017નું ભાજપને 60142 મતથી જીત મળી હતી. તો કોંગ્રેસએ મેધરાજ ડોડવાણીને ઉતાર્યા છે.અને આમ આદમી પાર્ટીમાંથી ઓમપ્રકાશ દરોગાપ્રસાદન તિવારીને ઉતાર્યા છે. ભાજપમાંથી આ બેઠક પર યુવા મહિલા ટિકિટ આપવામાં આવી છે. ત્યારે મોદીના આ રોડ-શો બાદ ભાજપની લીડ વધવાના ચાન્સ વધી ગયા છે.
નિકોલ બેઠક આ બેઠક પરથી ભાજપે જગદીશ વિશ્વકર્માને રિપીટ કર્યા છે. જયારે આમ આદમી પાર્ટીમાંથી(Aam Aadmi Party Ahmedabad ) અશોક ગજેરાને ઉતાર્યા છે. કોંગ્રેસએ રણજીતસિંહ બારડને ઉતાર્યા છે.ત્યારે આ બેઠક પરથી ભાજપને 2017માં 24880 મતથી જીત મળી હતી. તમણે જણાવી દઇએ કે પાટીદાર અનામત આંદોલનની સમયે પણ આ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માએ બેઠક જાળવી રાખી હતી. મોદીના રોડ- શો ને કારણે ભાજપની જીતનું માર્જિન વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
બાપુનગર બેઠકઆ બેઠક પરથી ભાજપે દિનેશ કુશવાહને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસએ (Congress Party Ahmedabad)હિમ્મતસિંહ પટેલને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ રાજેશ દિક્ષીતને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી 3067 મતથી કોંગ્રેસની જીત થઇ હતી.
અમરાઈવાડી બેઠકઆ બેઠક પરથી ભાજપે ડો. હસમુખ પટેલને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ વિનય નંદલાલ ગુપ્તાને ઉતાર્યા છે અને કોંગ્રેસએ ધર્મેન્દ્ર દયાનંદ વિશ્વકર્માને ઉતાર્યા છે. ભાજપે નવા ઉમેદવારને ઉતાર્યા છે. 2017માં ભાજપને 105694 મત મળ્યા હતા. આ બેઠક પર આ વખતે કાંટેની ટકર જોવા મળી રહી છે.
મણિનગર બેઠકઆ બેઠક પરથી ભાજપે ડો. અમૂલ ભટ્ટને ઉતારવામાં આવ્યા હતા. અને આ નવા ઉમેદવારને ભાજપે ઉતાર્યા છે. આ વિસ્તારમાં 2017માં ભાજપ જીતી હતી અને 75199 મતથી જીત મળી હતી. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે જ્ઞાતિથી વિપરીત ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે ઉલ્લેખનીય છે બ્રાહ્મણને ટિકિટ આપવામાં આવી છે જે આજ સુધી કયારે પણ આપવામાં આવી નથી. મણિનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને ઉતાર્યા છે.કોંગ્રેસએ સી.એમ.રાજપૂતને ઉતાર્યા છે.
દાણીલીમડા બેઠકઆ બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી શૈલેશ પરમારને અને આમ આદમી પાર્ટીમાંથી કાપડીયા દિનેશને ઉતારવામાં આવ્યા હતા. 2017માં કોંગ્રેસની જીત થઇ હતી અને 32510ના મતથી કોંગ્રેસ જીત મળી હતી. અહિંયા રોડ-શોની કોઇ અસર નહીં થાઇ તેવું લાગી રહ્યું છે.
ઠક્કરબાપાનગર બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ઉમેદવાર કંચન રાદડિયા ઉતાર્યા છે. આ બઠેક પરથી કોંગ્રેસએ વિજયકુમાર બારોટને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ સંજય મોરીને ઉતાર્યા છે. 2017માં ભાજપને જીત મળી હતી. 34088 મતથી ભાજપએ જીત મળી હતી. રોડ-શોની કોઇ અસર પડશે નહિં આ વિસ્તારમાં એવું જોવા મળી રહ્યું છે.