અમદાવાદ : 2014માં કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી સરકારના સફળતાનાં 9 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 9 વર્ષમાં કરેલા વિવિધ કામો અને વિકાસની અનેક પરિયોજના દેશના લોકોને આપવામાં આવી છે. જેની માહિતી આજ આપવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીમાં પણ 300 સીટ ભાજપ મેળવશે.
300થી પણ વધુ બેઠક પર વિજયનો વિશ્વાસ : કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સ્વતંત્રતાના સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા ખૂબ જ મહત્વની રહે છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જે પણ મહત્વનો ફાળો આપ્યો હતો. પરંતુ 2014 પહેલાની વાત કરવામાં આવે તો એક પણ મહિનો એવો ન હતો. કે જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય પરંતુ કેન્દ્રમાં ભાજપ સરકાર આવવાની સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે. 2014 પહેલા દેશના લોકો અસહાય જોવા મળી રહ્યા હતાં. નવ વર્ષ પહેલાં જે વિચાર્યું ન હતું તે થયું છે. લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. પાંચ લાખ સુધી મફત સારવાર મળી છે 370ની કલમ, અયોધ્યા રામ મંદિર બનશે. તેવું પણ વિચારવામાં આવ્યું ન હતું. પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને બતાવ્યું છે. જેને લઇને આવનાર 2024ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી 300થી પણ વધુ બેઠક પર વિજય મેળવશે.
69,000 લાંબી કેનાલનું જોડાણ: 21 વર્ષમાં 69,000 લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધ્યો છે. સોઈલ હેલ્થકાર્ડથી ખેડૂતોને પોતાની જમીન માટે કયો શ્રેષ્ઠ પાક ઉગાડી શકાય તે માટે માહિતી આપવામાં આવી. જેના કારણે ખેડૂત વર્ષમાં 3 પાક લેતા થયા છે. ખેડૂતને ડિજિટલ દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવી રહી છે. વર્ષ 2002માં ધાન્ય પાક 23.48 લાખ MT,બાગાયતી 62.01 લાખ MT,ચેક ડેમની સંખ્યા 3500 હતી જયારે 2023 સુધીમાં ધાન્ય પાક 81.00 લાખ MT, બાગાયતી પાક 263.05 લાખ MT, ચેક ડેમની સંખ્યા પણ 1,65,000 પહોંચી છે. 2023માં 69 હજાર કિલોમીટર લાબું કેનાલ લાંબુ કેનાલ માળખું બનાવી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. આજ સૌરાષ્ટ્ર 115 ડેમ પાણી ભરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની હર ધર નળ યોજના થકી ઘરે પીવાનું પાણી મળી રહ્યું છે.
ઘર આપવામાં આવ્યાં: મોદી સરકારની ઉપલબ્ધિ ગણાવતાં જણાવાયું કે 48.27 કરોડ લોકોના જનધન ખાતા ખોલવામાં આવ્યા હતાં. 3 કરોડથી વધુ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવામાં આવ્યા છે. 25 લાખ કરોડ વધુ લોકોને બેન્ક ખાતા સીધા જમા કરવામાં આવી રહ્યા છે.37 કરોડ આયુષ્ય ભારત હેલ્થ એકાઉન્ટ્સનું સર્જન કરવામાં આવ્યું છે.અલગ અલગ યોજના આપી કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં 2.86 કરોડ લોકોને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા છે. 11.88 કરોડ લોકોને નળના કનેક્શન,3 કરોડ લોકોને ગ્રામીણ અને શહેરી ઘરોનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. 11.72 કરોડ શૌચાલય બનાવી દેશને શૌચાલય મુક્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે. 80 કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠફ મફત અનાજ આપવામાં આવ્યું છે.જયારે 9.6 કરોડ લોકોને LPG કનેક્શન પીએમ ઉજ્જ્વલા યોજના હેઠળ આપવામાં આવ્યા છે.