ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Fake Kidnapping : 17 વર્ષીય સગીરે પોતાનું જ અપહરણ કરાવ્યું, ક્રાઈમબ્રાન્ચે આ રીતે કર્યો પર્દાફાશ... - અપહરણકારો 15 લાખ રૂપિયાની ખંડણી માગે

ધનાઢ્ય પરિવારના 17 વર્ષના સગીરનું અપહરણ થયાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી. ક્રાઈમબ્રાંચે સગીરને રેસ્કયુ કરી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો. સગીરે પોતાના અપહરણનું ખોટું નાટક રચ્યું હોવાની વાત સામે આવી હતી. મોજશોખ કરવા માટે અને મિત્રના 10 લાખનું દેવું ચૂકવવા સગીરે મિત્રો સાથે મળી અપહરણનું તરકટ રચ્યું હતું.

17 વર્ષીય સગીરે પોતાનું જ અપહરણ કરાવ્યું
17 વર્ષીય સગીરે પોતાનું જ અપહરણ કરાવ્યું

By

Published : Jul 13, 2023, 3:00 PM IST

અમદાવાદ :શહેરમાં એક સગીરનું અપહરણ થયાની જાણ પોલીસને થઈ હતી. આથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ તાત્કાલિક સગીરની શોધમાં લાગી ગઈ હતી. મોબાઈલ નંબર ટ્રેસ કરતા સગીરનું લોકેશન મળી આવ્યું હતું. પરંતુ જ્યારે પોલીસ ત્યાં પહોંચી મામલો કઈક અલગ જ હતો. સગીરની પુછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

15 લાખ ખંડણી :પોલીસમાંથી મળતી સતાવાર બનાવની વિગત અનુસાર થોડા દિવસો પહેલા ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં એક બિલ્ડરે ફોન કરીને તેના ભાણિયાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરે જણાવ્યું હતું કે, અપહરણકારો 15 લાખ રૂપિયાની ખંડણી માગે છે. તેમજ અપહરણકારોએ વિડીયો પણ મોકલ્યો છે. શ્રીમંત પરિવારના સગીરના અપહરણ અંગેની માહિતી બાબતે સમગ્ર રાજ્યમાં મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સગીરની શોધખોળ શરૂ કરી હતી. આ કામમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ પણ સગીરની શોધમાં લાગી હતી.

સગીરે કર્યો ધડાકો : આ દરમિયાન એક મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરતા ગુરુદ્વારા પાસેનું લોકેશન મળી આવ્યું હતું. જ્યાં પોલીસ પહોંચતા અપહરણ થયેલો સગીર મળી આવ્યો હતો. જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જ્યારે સગીરની પૂછપરછ કરવામાં આવી તો તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

અપહરણનું નાટક : સગીરે પોલીસને જણાવ્યું હતું કે, તેનું અપહરણ વેનિટીવેનમાં થયું હતું. એટલે પોલીસ પણ વિચારવા લાગી હતી કે અમદાવાદમાં વેનિટીવેન ખૂબ જ ઓછા લોકો પાસે છે. પોલીસે વધુ પૂછતા સગીરે અપહરણ વેનિટીવેન નહીં પણ એક્ટીવા પર થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસને આ મામલે શંકા થતા સગીરને ફોસલાવીને પુછપરછ કરી હતી. ત્યારે તેણે જ મિત્રો સાથે મળી પોતાનું અપહરણનું તરકટ રચ્યું હોવાની હકીકત કબૂલી હતી.

આ મામલે ક્રાઈમબ્રાંચની ટીમને જાણ થતા મોબાઈલના લોકેશનના આધારે 17 વર્ષીય સગીરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. સગીરના મિત્રને 10 લાખનું દેવું હોય તેમજ તેને મોજશોખ માટે 5 લાખ રૂપિયા જોઈતા હતા. જેથી મિત્રોએ ભેગા મળીને સગીરના અપહરણનું તરકટ રચ્યું હતું. સગીરને રેસ્ક્યુ કરીને પરિવારને સોંપવામાં આવ્યો છે.-- ચૈતન્ય મંડલીક (DCP, ક્રાઈમબ્રાન્ચ)

મિત્રનું દેવું ચૂકવવા કર્યો કાંડ :ક્રાઈમ બ્રાન્ચની ટીમે સગીરને વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતા તેણે એક બાદ એક ખુલાસા કર્યા હતા. સગીર મોટા જ્વેલર્સનો દીકરો છે અને તેના એક મિત્રને 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેને મદદ કરવા માટે તેણે પોતાના જ અપહરણનો પ્લાન બનાવ્યો હતો. ખંડણીનો ફોન કરનાર પણ તેના મિત્રો જ હતા અને પોતાનો બાંધેલો વીડિયો પણ તેમણે જ ઉતાર્યો હતો. તે પાંચ લાખ પોતાના વાપરવા માટે માંગતો હતો. એટલે કુલ 15 લાખ રૂપિયા માંગવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મામલે ક્રાઈમબ્રાંચે માનવતા દાખવી સગીરના પરિવારજનોનો સંપર્ક કરી સગીરને પરિવારને સોંપ્યો હતો. આ અંગે સગીર સામે ગુનો ન નોંધીને માત્ર નોંધ કરવામાં આવી હતી.

  1. Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
  2. Rajkot Crime : દિલ્હી અંડર કવર સાયબર ક્રાઇમનો ઓફિસરના નામે છેતરપિંડી કરતો યુવક પકડાયો

ABOUT THE AUTHOR

...view details