ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમવારથી મેટ્રો ટ્રેન સેવા ફરી થશે શરૂ, મુસાફરોએ કોરોના ગાઈડલાઈનનું કરવાનું રહેશે પાલન - Corona's guideline

અનલોક-4ની ગાઈડલાઈન અનુસાર 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, 7 સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.

Metro rail service will resume in Ahmedabad from Monday
સોમવારથી મેટ્રો રેલ સેવા ફરી શરૂ થશે, મુસાફરોએ કરવાનું રહેશે કોરોના ગાઈડલાઈનનું પાલન

By

Published : Sep 5, 2020, 1:33 PM IST

  • અમદાવાદમાં સોમવારથી મેટ્રો રેલ સેવા ફરી શરૂ
  • અનલોક-4ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે
  • મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે

અમદાવાદ: અનલોક-4ની ગાઈડલાઈન અનુસાર 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, 7 સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે પુનઃ શરૂ કરવામાં આવશે.

જેમાં બધા જ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક / ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને સેનેટાઈઝ કરેલ ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરોએ આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. જેથી નજીકની સંક્રમિત વ્યક્તિ અંગે તુરંત જ જાણકારી મળી શકે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે.

7 અને 8 સપ્ટેમ્બરે સવારે 11 થી 12:10 કલાક સુધી અને સાંજે 4:25 થી 5:10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. તેમાં બધી સિસ્ટમ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ, મુસાફરો કોવિડ નિયમો, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે, કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

તા.9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર તા.13 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 7 થી સાંજે 7 સુધી કાર્યરત રહેશે. તા.14મી સપ્ટેમ્બર પછી કોરોના સમય પૂર્વ રાબેતા મુજબ મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 11 થી સાંજે 5:10 સુધી કાર્યરત રહેશે.

ABOUT THE AUTHOR

...view details