ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી - Meteorological Department

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘરાજા વરસી રહ્યાં છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય ઉકળાટના કારણે અમદાવાદીઓ પરેશાન થઈ ગયા છે, ત્યારે હવામાન વિભાગે આજે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

By

Published : Jul 5, 2020, 2:21 PM IST

અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં સાયક્લોનિક સરક્યૂલેશન સક્રિય થયું છે. જેના પગલે આગામી 3થી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આજે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે.

અતિભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે
  • અમદાવાદીઓને અસહ્ય ઉકળાટમાંથી મળશે રાહત
    હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

જો કે, રાજ્યમાં વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના કોડિનારમાં 6 ઈંચ વરસ્યો છે. આ સિવાય લખતર, જાફરાબાદમાં સાડા ત્રણ ઈંચ, વ્યારા, બાબરા, તલાલા અને ડભોઈમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.

ABOUT THE AUTHOR

...view details