નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીને ડેરીના ધંધામાં નુકસાન જતા 7 વ્યારખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજ માટે તેણે પઠાણી ઉઘરાણી શરુ કરી હતી. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી જતા વેપારીએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો . જેથી વેપારીને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અમદાવાદના વેપારીનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદઃ વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા વેપારીએ વ્યાજ માંગનારાઓથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ ઝેરી દવા ગટગટાવી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અમદાવાદના વેપારીનો આપઘાતનો પ્રયાસ
આ સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસે વેપારીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન વેપારીએ 7 વ્યાજખોરથી ત્રાસી જઈ આત્મહત્યા કરી હોવાનું કહ્યુ હતું.પોલીસ 7 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.