અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડમાં (Dudhsagar Dairy scam )વિપુલ ચૌધરીનું નામ ફરી વિવાદોમાં સપડાયું છે. પૂર્વ મિનિસ્ટર વિપુલ ચૌધરી દ્વારા 22 કરોડ રૂપિયાનું સાગરદાણ કૌભાંડ (Mehsana Dudhsagar Dairy Scandal) મામલે સી આઈ. ડી.ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ સેશન કોર્ટમાં સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ એ જણાવ્યું કે, CID ક્રાઇમે અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં 22 હજાર પાનની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં 2,200 સાક્ષીઓને દર્શાવવામાં આવી રહ્યા છે સાથે જ 23 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. કોર્ટે તમમ આરોપીને નોટિસ પાઠવી છે.
મહારાષ્ટ્રમાં વિનાંમૂલ્યે સાગરદાણ મોકલાયું -મહેસાણાની દૂધસાગર ડેરીમાં( Mehsana Dudhsagar Dairy)કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનાંમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં CID એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃDudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ