ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર - Ahmedabad Crime

અમદાવાદના સારંગપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની (MD Drug peddler arrested in sarangpur) ધરપકડ કરવામાં આવી હતી. SOG ક્રાઈમની ટીમે આ આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સાથે જ તેની પાસેથી મુદ્દામાલ (Drug peddler arrested in sarangpur ahmedabad) પણ કબજે કરાયો હતો.

Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર
Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર

By

Published : Jan 24, 2023, 6:31 PM IST

3.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદઃઅમદાવાદ શહેરમાં ગુનાખોરીની સંખ્યા વધી રહી છે. આ સાથે જ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી પણ વધી રહી છે. ત્યારે હવે પોલીસને ડ્રગ્સ પકડવામાં વધુ એક સફળતા મળી છે. SOG ક્રાઈમની ટીમે સારંગપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોNo Drugs in Surat City: સુરત SOG પોલીસે 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

3.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃમળતી માહિતી અનુસાર, SOG ક્રાઈમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે, સારંગપુર પાણીની ટાંકી પાસે આવેલા સારંગપુર બસ ટર્મિનલના ગેટની બાજુમાં રોડ ઉપરથી અબ્દુલ વાઝીદ શેખ નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ આરોપી વેજલપુરનો હતો. તેની તપાસ કરતા આરોપી પાસેથી 32 ગ્રામ 460 મિલીગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત 32,000 રૂપિયાથી વધુ થાય છે. તેમ જ અન્ય વસ્તુઓ મળીને 3,32,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

SOGએ શરૂ કરી પૂછપરછઃઆરોપીની તપાસ કરતાં તેને આ જથ્થો રાશિદ નામના ઈસનપુરના યુવકે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે SOG ક્રાઈમે પકડાયેલા આરોપી સામે NDPSની એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે. ઝડપાયેલો આરોપી પોતે ડ્રગ પેડલર હોવાનું સામે આવ્યું છે અને તે તેના નક્કી કરેલા 10-12 ગ્રાહકોને સમયાંતરે ડ્રગ્સ લાવીને વેચતો હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીનો પિતા પણ અગાઉ એક ગુનામાં ઝડપાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એસઓજી ક્રાઇમે ઝડપાયેલા આરોપીની વધુ તપાસ અને પૂછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ વર્ષે પ્રથમ વખત ઝડપાયું MD ડ્રગ્સ મહત્વનું છે કે, શહેર SOG ક્રાઇમે વર્ષ 2022માં એક જ વર્ષમાં 36 એનડીપીએસના કેસ કર્યા હતા. ત્યારે વર્ષ 2023માં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને તે મામલે ગુનો નોંધાયો છે.

આરોપી અગાઉ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે આ સમગ્ર મામલે SOG ક્રાઇમના DCP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે સારંગપુરમાંથી ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેને ડ્રગ્સ આપનાર આરોપી વોન્ટેડ હોવાથી તેને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે. આ મામલે SOGએ તેના ગ્રાહકો અંગે વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. જોકે, આ મામલે મુખ્ય આરોપી પકડાયા બાદ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો ખૂલાસો સામે આવશે. હાલ તો આ બામલે એસોજીએ પકડાયેલા આરોપીની કોલ ડીટેલ્સ સહિતની વિગતો મેળવી તેના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details