અમદાવાદમાં 13 પોઝિટિવ કેસ, લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ
બીજા તબક્કામાં રાજ્યમાં કોરોના વાયરસ ખૂબ ખતરનાક થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવાર સવારે કોરોના વાયરસના 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 13 કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. તંત્ર દ્વારા દરેક અમદાવાદીઓને આગામી થોડાંક દિવસો માટે ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ છે.
અમદાવાદઃ રાજ્યમાં સોમવાર સવારે કોરોના વાયરસના 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 13 કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. વડોદરામાં ત્રણ કેસ બાદ આજે બીજા ત્રણ કેસ નોંધાયા છે. જે પ્રમાણે કુલ કેસની સંખ્યા છ થઈ છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણએ સુરત શહેરમાં પ્રથમ મોત નોંધાયું છે. જ્યારે વડોદરા ખાતે રવિવારે બે મોત થયા હતા તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ ભારત સરકારની જે યાદી આવી છે તે પ્રમાણે ગુજરાતના સાત જિલ્લા આગામી તારીખ 31મી માર્ચ સુધી લૉકડાઉન રહેશે.ગુજરાતના 6 જિલ્લા 31મી સુધી લૉકડાઉન રહેશે.