અમદાવાદ: માંડલ ભાજપ સંગઠન દ્વારા વિઠલાપુર ચોકડી પર માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેવા સપ્તાહ અંતર્ગત માંડલ તાલુકાની વિઠલાપુર ચોકડી પર માંડલ ભાજપ પ્રમુખ દશરથભાઈ પટેલ,તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશભાઈ ચાવડા, ATVT સભ્ય રાજુભાઇ શાહ સહિતના તમામ આગેવાનો અને ભાજપ તાલુકાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વીંઝુવાડા રોડ પર આવેલા આયુર્વેદિક હોસ્પિટલના પંચકર્મ ડો. નિલેશભાઈ વૈદ દ્વારા આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માંડલ ભાજપ સંગઠન દ્વારા વિઠલાપુર ચોકડી પર માસ્ક અને ઉકાળાનું વિતરણ કરાયું - માસ્ક અને ઉકાળાનું વિતરણ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેવા સપ્તાહ અંતર્ગત માંડલ તાલુકાના વિઠલાપુર ચોકડી પર માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માસ્ક અને ઉકાળાનું વિતરણ
વિઠલાપુર ચોકડી પરથી આવતા જતા તમામ લોકોને ઉકાળો પીવડાવી અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.માંડલ ભાજપ કાર્યકરો અને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.