ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી શિક્ષકોની માગ સાથે પ્રતીક ઉપવાસ પર - શિક્ષકોની માંગણી

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા શિક્ષકોને ન્યાય અપાવવા માટે એક દિવસના પ્રતીક ઉપવાસ આંદોલન પર બેઠા છે. પ્રવક્તાએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જેને લઈ સંવેદનશીલ ગણાતી સરકાર યોગ્ય નિર્ણય કરી શકે તેવી માગ કરવામાં આવી રહી છે.

પ્રવક્તા મનીષ દોશી શિક્ષકોની માગ સાથે પ્રતીક ઉપવાસ પર
પ્રવક્તા મનીષ દોશી શિક્ષકોની માગ સાથે પ્રતીક ઉપવાસ પર

By

Published : Jul 16, 2020, 5:40 PM IST

Updated : Jul 16, 2020, 7:41 PM IST

  • પ્રવક્તા મનીષ દોશી એક દિવસના પ્રતિક ઉપવાસ પર
  • શિક્ષકોના સમર્થનમાં ઉપવાસ પર બેસી કેટલીક માંગણીઓ કરી
  • શિક્ષકોને થતા અન્યાય મુદ્દે કોંગ્રેસ આવી મેદાને
  • 2010 બાદ ભરતી કરાયેલા શિક્ષકોને અપાઇ છે 2800નો ગ્રેડ પે
  • 2010 પહેલા ભરતી કરાયેલા શિક્ષકોને અપાઇ છે 4200નો ગ્રેડ પે

અમદાવાદ: શિક્ષક ક્યારે સામાન્ય નથી તેવી કહેવત ચાલી, પરંતુ ગતિશીલ ગુજરાતમાં સમાજના આજ શિક્ષકોની હાલત કફોડી થઈ છે. સમાજમાં તમામ વ્યક્તિઓને સમાન ન્યાય આપવાના પાઠ ભણાવનાર શિક્ષકોએ જ આજે પોતાને ન્યાય મેળવવા માટે આંદોલન કરવું પડી રહ્યું છે. "4200 પે ગ્રેડ મારા હક" સાથે વર્ષે 2010 પછી ભરતી થયેલા શિક્ષકોનું આંદોલન હવે ઉગ્ર થયું છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી શિક્ષકોની માગ સાથે પ્રતીક ઉપવાસ પર

સોશિયલ મીડિયામાં કેમ્પેન બાદ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા તેમ છતાં હજુ પણ સરકારના પેટનું પાણી હલતું નથી. તે જ કારણે શિક્ષકોના વેતમાં થયેલી વિસંગતતા દૂર કરવાનું નામ નથી લેતા, ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શિક્ષકોની વહારે આવી છે. ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનીષ દોશીએ આજે ગુરુવારે પોતાના નિવાસસ્થાન પર એક દિવસનો પ્રતિક ઉપવાસ કર્યા હતાં. શિક્ષકોના સમર્થનમાં કરી રહેલા પ્રતિક ઉપવાસમાં કેટલીક માંગણી હતી તે કોંગ્રેસ પ્રવક્તા એ દર્શાવી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ પહેલા કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષના અગ્રણી નેતાઓને સરકારને પત્ર લખી આ પ્રશ્નની વાતનું નિરાકરણ લાવવા માટે સતત રજૂઆતો કરી છે, પરંતુ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન થતા આજે તેમને આંદોલનને છેડવું પડ્યું હતું. હવે કોંગ્રેસ પણ શિક્ષકો સાથે મેદાને ઉતર્યો છે તે માટે મનીષ દોશી દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.

આ તકે પ્રવક્તાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 4200 પે ગ્રેડનો વિવાદ ખૂબ જ વકર્યો છે. ગુજરાત સરકાર સામે 6 હજારથી વધુ શિક્ષકોએ મોરચો માંડયો છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ગઈકાલે શિક્ષકોએ પણ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતાં. વર્ષ 2010 પછી ભરતી કરાયેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષ 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકોને પે ગ્રેડ 4200 રૂપિયાનો મળે છે. સમાન કામ સમાન વેતનના સ્થાને વિસંગતતા ઊભી કરવામાં આવી રહી છે.

સરકાર પર નિશાન સાધતા વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ જે ગુજરાતના નિર્માણનું કામ કરે છે તેવા શિક્ષકોને જ સરકાર અન્યાય કરી રહી છે. 1995 પછી શિક્ષણ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં રાજ્યનો ક્રમ ઉતરોતર નીચો ગયો છે જે સરકારની ખોટી નીતિઓનું પરિણામ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ શિક્ષકોને ન્યાય આપવા સરકારને અપીલ કરી રહ્યું છે.

જો કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ઉપવાસ આંદોલન પર છે તે દરમિયાન કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ તેમને મળવા પહોંચ્યા હતા અને તેઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવતા જણાવ્યું કે આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે ગતિશીલ અને સંવેદનશીલ ગણાતી સરકાર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જ્વલંત આંદોલન છેડવામાં આવી શકે છે.

Last Updated : Jul 16, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details