ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડ઼ગે ગુજરાતની સફરે સભા ગજવશે - Congress campaign in Gujarat

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં એક બાદ એક કેન્દ્રીય નેતાઓના (Mallikarjun Kharge visited Gujarat) પ્રચાર માટે ધામા નાખી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે પણ ગુજરાત આવી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડ઼ગે ગુજરાતની સફરે સભા ગજવશે
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડ઼ગે ગુજરાતની સફરે સભા ગજવશે

By

Published : Nov 22, 2022, 10:38 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ચૂંટણીના લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ પણ ગુજરાતમાં પોતાના પ્રચાર માટે ક્યાંય (Mallikarjun Kharge visited Gujarat) કસર બાકી નથી રાખી રહ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, રાહુલ ગાંધી સભાઓ ગજવ્યા બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે પણ ગુજરાત આવી રહ્યા છે. (Congress in Gujarat)

મલ્લિકાર્જુન ખડ઼ગેનો કાર્યક્રમ મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે આગામી દિવસોમાં 26, 27ના ગુજરાત આવી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવીને જુદા જુદા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે અને સભાઓ પણ ગજવશે. 26 નવેમ્બરના રોજ તેઓ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રચાર માટે ચૂંટણી સભા કરશે અને 27 નવેમ્બરના રોજ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરશે. (Congress campaign in Gujarat)

ગુજરાતમાં નેતાઓની સફર ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીનો દર ચાલી રહ્યો છે તે માટે થઈને તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કનૈયા કુમાર, રાહુલ ગાંધી સહિતના નેતાઓ પોતાની રાજ્યનો તખ્ત હાંસલ કરવા માટે થઈને પ્રચાર કરી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details