અમદાવાદ : શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં નાગપુરની વર્ધા પોલીસે (wardha police station) થોડા દિવસ પહેલા 2 લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક બાળક પણ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમને આ બાળક અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની (Kalupur Railway Station) સામેથી એક વ્યક્તિ આપી ગયો હતો. તે વ્યક્તિએ બાળકને વિજયવાડા પહોંચાડવા સોંપ્યું હતું. મહિલા અને પુરુષ આશરે બેથી ત્રણ મહિનાના બાળક સાથે મળી આવતા તેઓને પૂછતા તેઓના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. (Kalupur Railway Station Child Trafficking)
આરોપી પાસે મુદ્દામાલ જપ્ત વધુ તપાસ કરતા તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડાની રેલ પ્રવાસની ટિકિટ મળી આવી હતી. તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને whatsapp ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, આ નવજાત બાળકને અમદાવાદ રેલવે સ્ટેશન સામેના રોડ પરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું. જેના બદલે તેને 5000 રોકડ રકમ આપવામાં આવી હતી. જે આરોપી પાસેથી પોલીસે 3,000 રોકડ રકમ, રેલવેની ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. (Ahmedabad Crime News)
પોલીસે અમદાવાદ ફરિયાદ ટ્રાન્સફર કરી આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા વર્ધા પોલીસ દ્વારા IPCની કલમ 370 મુજબ માનવ ટાસ્ક્રીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોય જેથી આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાલુપુર પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. (3 month baby Trafficking in Ahmedabad)