અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (gujarat election 2022) પહેલા તબક્કા માટે ગુરૂવારે મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 62.89 ટકા મતદાન થયું હતું, જે ગયા વખતની ચૂંટણી કરતા ઓછું કહેવાય. આ વખતે VIP મતદારોના વિસ્તારમાં પણ મતદારોના તીખા તેવર દેખાતા મતદાનમાં ધરખમ (Low Vote turnout in VIP Assembly Seats) ઘટાડો થયો હતો. ત્યારે આવો જાણીએ કઈ બેઠક પર કેટલું મતદાન (VIP Voters in Gujarat) થયું હતું.
જામનગર ઉત્તરનું મતદાન જામનગર ઉત્તર બેઠક પર (Jamnagar North Assembly Constituency) ભાજપનાં ઉમેદવાર રિવાબા જાડેજા ચૂંટણી (Low Vote turnout in VIP Assembly Seats) લડી રહ્યા છે. જામનગરમાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમે પોતાના વતનમાં મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 55.96 ટકા મતદાન થયું હતું. અહીં વર્ષ 2017માં 65.50 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.54 ટકા ઓછું મતદાન થયું હતું.
અમરેલીમાં મતદાન કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Union Minister) અમરેલીના (Amreli Assembly Constituency) ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું હતું. તો અમરેલીમાં કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. આ જિલ્લામાં કુલ 57.06 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 61.84 ટકા મતદાન થયું હતું. આ સાથે જ અહીં 4.78 ટકા ઓછું મતદાન થયું હતુ.
પાટીલનું મતદાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (Surat Assembly Constituency) સુરતમાં મતદાન કર્યું હતું. અહીં કેન્દ્રિય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોષે સહપરિવાર મતદાન કર્યું હતું. જ્યારે સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવારે સુરતમાં મતદાન કર્યું હતું. ભાજપના નેતા પૂર્ણેશ મોદી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ અહીં જ મતદાન કર્યું હતું. આ વખતે સુરતમાં કુલ 72.32 ટકા મતદાન થયું હતું. જે ગત ચૂંટણી કરતા 6.78 ટકા ઓછું હતું.
મોરબીમાં મતદાન કાંતિલાલ અમૃતિયા મોરબીમાં (Morbi Assembly Constituency) ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતું. તો આ જિલ્લામાં આ વખતે 67.65 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં અહીં 73.66 ટકા મતદાન હતું. એટલે કે અહીં 6.01 ટકા ઓછું મતદાન થયું હતું.