અમદાવાદરાજ્યભરમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે મતદાન થયું હતું. તે અંતર્ગત મહાનગરો (low vote turnout in metro cities for gujarat) જેવા કે, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મતદાન પ્રક્રિયા હાથ (Polling for Gujarat Election) ધરવામાં આવી હતી. અહીં આ વખતે સરેરાશ 62.59 ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં આ વખતે 58.32 ટકા, ગાંધીનગરમાં 65.66 ટકા અને વડોદરામાં 63.81 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2017માં મતદાન વધુ થયું હતું જ્યારે વર્ષ 2017માં ગાંધીનગરમાં (low vote turnout in metro cities) 72.3 ટકા, અમદાવાદમાં 66.69 ટકા અને વડોદરામાં 72.58 ટકા મતદાન થયું હતું. એટલે કે ત્રણેય મહાનગરોમાં આ વખતે મતદાનની ટકાવારીનો ગ્રાફ ખૂબ જ નીચે ગગડી ગયો છે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે અમદાવાદમાં 8.347 ટકા, ગાંધીનગરમાં 6.64 અને વડોદરામાં 8.77 ટકા ઓછું મતદાન થયું છે.
અમદાવાદમાં કુલ મતદાન અમરાઈવાડીમાં (Low turnout in Ahmedabad) 53.44 ટકા, અસારવામાં 56.59 ટકા,. બાપુનગરમાં 57.21 ટકા, દાણીલીમડામાં 56 ટકા, દરિયાપૂરમાં 58.01 ટકા, દસ્ક્રોઈમાં 64.44 ટકા, ધંધૂકામાં 59.92 ટકા, ધોળકામાં 66.57 ટકા, એલિસબ્રિજમાં 54.66 ટકા, ઘાટલોડિયામાં 59.62 ટકા, જમાલપુર ખાડિયામાં 58.29 ટકા, મણિનગરમાં 55.35 ટકા, નારણપુરામાં 56.53 ટકા, નરોડામાં 52.29 ટકા, નિકોલમાં 58 ટકા, સાબરમતીમાં 55.71 ટકા, સાણંદમાં 68.20 ટકા, ઠક્કરબાપાનગરમાં 54.69 ટકા, વટવામાં 55.31 ટકા, વેજલપુરમાં 57.55 ટકા અને વિરમગામમાં 63.95 ટકા મતદાન થયું હતું.