Holi 2023 : ભગવાન જગનાથજી ચાંદીની પિચકારીથી રંગે રંગાયા અમદાવાદ :સમગ્ર દેશમાં આજ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. તમામ લોકો ભારે હર્ષોઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જેમાં તમામ ધર્મસ્થાનોમાં પણ ભગવાનને અલગ અલગ રંગોથી રંગવામાં આવી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ફૂલોત્સવ અને રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં મોટી સંખ્યાના લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Holi 2023 : ભગવાન જગનાથજી ચાંદીની પિચકારીથી રંગે રંગાયા ચાંદી પિચકારીથી ભગવાન રંગે રંગાયા :દર વર્ષે પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને ચાંદીની પિચકારીથી રંગે રંગવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને સાધુ સંતો દ્વારા ભગવાન જગન્નાથને ચાંદની પિચકારીથી કેશુડાના રંગ અને વિવિધ રંગો અને ફૂલોથી રંગવામાં આવ્યા હતા. આ રંગોત્સવ અને ફૂલોઉત્સવની અંદર ગુલાબ સુરજમુખી જેવા વિવિધ 500 કિલો ફુલ અને અલગ અલગ 500 કિલો રંગ મંગાવામાં આવ્યા હતા.
Holi 2023 : ભગવાન જગનાથજી ચાંદીની પિચકારીથી રંગે રંગાયા આ પણ વાંચો :Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભવ
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથના મંદિરમાં રંગોત્સવ અને ફુલોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં નગરજનો સાધુ સંતો અને ભગવાન સાથે ફૂલ રંગો અને કેશુડાના જળથી ધુળેટી નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. દરેક શહેર જનતાને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સારું આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Holi 2023: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી
મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા :ભગવાન જગન્નાથએ નગરના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરની જનતા નવા વર્ષે અષાઢી બીજ અને ધુળેટીના દિવસે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. ત્યારે આજે પણ ધુળેટીના પાવન પર્વના દિવસે પણ અમદાવાદ શહેરના ખૂણે ખૂણેથી શહેરી જનો ઉમટ્યા હતા. રંગોત્સવ ઉજવાય તે પહેલા નગરજનોએ ભગવાન જગન્નાથના દર્શન કરી નૃત્ય કર્યા હતા અને ત્યારબાદ ભગવાન જગન્નાથ અને સાધુ સંતો સાથે અને ફૂલોઉત્સવમાં ભાગ તો હતો.
Holi 2023 : ભગવાન જગનાથજી ચાંદીની પિચકારીથી રંગે રંગાયા