અમદાવાદરાજ્યમાં ડ્રગ્સનો (Drugs seized in Gujarat) મોટી માત્રામાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ક્યારેક પોર્ટ પર તો ક્યારેક શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં. આવી જ રીતે ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળને (Gujarat ATS Indian Coast Guard Operation) મોટી સફળતા મળી છે.
ઓખામાંથી ઝડપાયું ડ્રગ્સ હાલમાં જ સૌરાષ્ટ્રના ઓખા નજીકના દરિયાકાંઠામાં પાકિસ્તાની બોટ અલ સોહેલીની ગતિવિધિ અંગે ઈનપુટ મળી હતી. ત્યારે કોસ્ટલ ગાર્ડ અને ATSની ટીમે રવિવારે મોડી રાત્રે આ માટે તપાસ શરૂ કરી હતી. કોસ્ટગાર્ડના અરિંજય જહાજમાં અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કરી પાકિસ્તાની બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે બોટને (Drugs seized in Gujarat) રોકવા સૂચના આપવા છતાં ખલાસીઓએ બોટને રોકી નહતી. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટને (Look Back 2022) ઝડપી પાડી હતી.
બોટની તપાસ કરતા થયો ઘટસ્ફોટઆ બોટની તપાસ કરતા તેમાં 10 પાકિસ્તાની માછીમારો હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન 6 ગેસ સિલિન્ડરની તપાસ કરતા 3 સિલિન્ડરમાંથી 300 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હિરોઈન, ઈટાલિયન બનાવટની 6 પિસ્ટલ અને એક સિલિન્ડરમાં છૂપાયેલા 120 કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ તમામ એજન્સીઓને સતર્ક કરીને ભારતીય દરિયાઈ સીમમાં પેટ્રોલિંગ વધારવા માટે સૂચના જાહેર કરવામાં આવી હતી. આમ, ગુજરાતની દરિયાઈ સીમામાં વર્ષો પછી ફરી ફિશિંગ બોટમાં હથિયારોની હેરાફેરીએ અધિકારીઓને એલર્ટ મોડ પર લાવી દીધા હતા. જોકે, છેલ્લા 18 મહિનામાં 1,930 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drugs seized in Gujarat) ઝડપાઈ ચૂક્યું છે.
આ વર્ષે આટલું ડ્રગ્સ ઝડપાયું આ વર્ષની વાત કરીએ તો, આ વર્ષે (2022)માં માદક પદાર્થો (Drugs seized in Gujarat) અંગે કુલ 6 કેસ નોંધાયા છે. ત્યારે ATSએ (Gujarat ATS Indian Coast Guard Operation) 2.552.47 કરોડ રૂપિયાની કિંમતનું 471.29 કિલો હેરોઈન અને 1,732.9 કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન કબજે કર્યું હતું. જ્યારે આ વર્ષે કુલ 63 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 38 પાકિસ્તાની અને 4 અફઘાની છે.