- અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સંકટમય બની
- લોકોમાં કોરોનાને લઇને ભયનો માહોલ સર્જાયો
- ભર ગરમીમાં લોકોએ ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી
અમદાવાદ : શહેરમાં હાલમાં કોરોનાના 500થી 600 નવા કેસ આવી રહ્યા છે. 5થી 10 લોકોના કોરોનાના કારણે મોત થઇ રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. કોરોના ટેસ્ટ માટે પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેરના અલગ-અલગ સેન્ટર ઉપર લાઇનો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા થયા કોરોના સંક્રમિત
4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,300 જેટલો પહોંચ્યો
અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત આઠમાં દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,300 જેટલો પહોંચ્યો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74 હજાર જેટલો થયો છે. જ્યારે ઓગણ સિત્તેર હજાર જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઇન આ પણ વાંચો : પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત
શહેરમાં 269 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન છે
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 269 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે શહેરમાં સાઉથ બોપાલ, મણિનગર, લાંબા ઘોડાસર, ઓઢવ સહિતના વિસ્તારોમાં નવા માઈક્રો કન્ટેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે.