ગુજરાત

gujarat

ETV Bharat / state

ભયનો ભયાનક ચહેરોઃ કોરોનાના દર્દીની દફનવિધિ સામે સ્થાનિકોનો વિરોધ - અમદાવાદમાં કોરોના

કોરોના વાઈરસ ફેલાય તેવા ભય સાથે અમદાવાદમાં કોરોના પીડિત દર્દીના દફનાવવા સામે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.

ો
કોરોનાના દર્દીની દફનવિધિ સામે સ્થાનિકોનો વિરોધ

By

Published : Mar 29, 2020, 11:37 PM IST

અમદાવાદઃ કોવિડ-19ની એક 46 વર્ષીય મહિલા દર્દીનું મોત થયું હતું. પરંતુ કબ્રસ્તાનમાં તેની દફનવિધિનો સ્થાનિકોએ ખૂબ વિરોધ કર્યો. સ્થાનિકોએ વિરોધ નોંધવાતા કહ્યું હતું કે, મહિલાને દફનાવ્યા બાદ તેના શરીરમાંથી ચેપ લાગી શકે છે. જે સ્થાનિકો અને તેમના બાળકોને બીમાર કરી શકે છે.

રાયપુર અને દાણીલીમડાના સ્થાનિકોએ વિરોધ બાદ મૃતદેહને નજીકના બીજા કબ્રસ્તાનમાં દફનાવવી પડી હતી. આ પહેલા મૃતદેહને રાયપુરના છિપા કબ્રસ્તાનમાં દફનાવવાની હતી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમની અવરજવર થતાં લોકોને કંઈક થયુ હોવાની શંકા ગઈ હતી. જે બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને વિરોધ ચાલુ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details