ગુજરાત

gujarat

ETV Bharat / state

લાયન્સ ક્લબ દ્વારા સભ્યવૃત્તિ ઝુંબેશમાં વધું સભ્યો બનાવનારને હીરો એવોર્ડથી સન્માનિત કરાયો - હીરો એવોર્ડ

અમદાવાદ: શહેરના લાયન્સ ક્લબ દ્વારા સભ્યવૃત્તિ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે મેમ્બર્સ બનાવનાર સભ્યોને હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સભ્યવૃત્તિ સરકારના કામોમાં સાથ અને સહકાર આપવા માટે બનાવવામાં આવી હતી. જેમાં વિવિધ સામાજિક કાર્યો પણ કલબ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

lione club

By

Published : Sep 1, 2019, 2:05 AM IST

લાયન્સ કલબ દ્વારા હીરો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યવૃત્તિ ઝુંબેશ હેઠળ સૌથી વધુ મેમ્બર બનાવનાર સભ્યોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ સરકારના તમામ કાર્યક્રમો સાથ અને સહકાર આપી રહ્યું છે. જેમ કે, ચાઇલ્ડ વેલ્ફેર, વુમેન વેલફેર, આંગણવાડી, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ લાયન્સ ક્લબ દ્વારા પણ પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના દ્વારા આ અભિયાનને સફળ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

લાયન્સ ક્લબ દ્વારા સભ્યવૃત્તિ ઝુંબેશમાં વધું સભ્યો બનાવનારને હીરો એવોર્ડથી સન્માનિત કરાયા

ABOUT THE AUTHOR

...view details