ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના રસીકરણની જાગૃતિ માટે લાયન્સ ક્લબ 23થી 31 જાન્યુઆરી ક્રિકેટ મેચ યોજશે - કટારિયા ઈન્ડિયન્સ

લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીએ સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા તથા કોવિડ-19 રસીકરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે કર્ણાવતી પ્રીમિયર લીગ (કેપીએલ)ની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરી છે.

કોરોના રસીકરણની જાગૃતિ માટે લાયન્સ ક્લબ 23થી 31 જાન્યુ. ક્રિકેટ મેચ યોજશે
કોરોના રસીકરણની જાગૃતિ માટે લાયન્સ ક્લબ 23થી 31 જાન્યુ. ક્રિકેટ મેચ યોજશે

By

Published : Jan 23, 2021, 3:59 PM IST

  • લાયન્સ કલબ ઓફ કર્ણાવતી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન
  • સામાજિક પ્રવૃતિઓમાં કરવામાં આવશે ફંડનો ઉપયોગ
  • કેપીએલના નામથી કરવામાં આવી છે જાહેરાત
  • જુદી જુદી ટીમ લેશે ભાગ અને જીતનાર ટીમને મળશે રૂપિયા 5 લાખ
  • કર્ણાવતી પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિની જાહેરાત
  • લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા કરવામાં આવી જાહેરાત
  • સામાજિક કલ્યાણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવશે

અમદાવાદઃ લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીએ સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા તથા કોવિડ-19 રસીકરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે કર્ણાવતી પ્રીમિયર લીગ (કેપીએલ)ની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરી છે. કેપીએલમાં કુલ 6 ટીમનો સમાવેશ કરાયો છે. જેમાં આર્ફિન વોરિયર્સ, કટારિયા ઈન્ડિયન્સ, ગુજરાત રોયલ્સ, કર્ણાવતી નાઈટ રાઇડર્સ, કેસીકે ચેલેન્જર્સ અને લાયન્સ સુપર કિંગ્સનું નામ છે તથા પ્રત્યેક ટીમમાં 15 ખેલાડી સામેલ છે.

જુદી જુદી ટીમ લેશે ભાગ અને જીતનાર ટીમને મળશે રૂ. 5 લાખ

23 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન મેચ

આ મેચની ઓપનિંગ સેરેમની 22 જાન્યુઆરીએ યોજાઈ હતી અને 23 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી (23, 24, 27, 30 અને 31) દરમિયાન આ તમામ મેચ રમાશે. કેપીએલના કમિશનર મૂકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેપીએલની પ્રથમ આવૃત્તિ દ્વારા અમારો ઉદ્દેશ લાયન્સ ક્લબ કર્ણાવતી અમદાવાદના સભ્યોને ફિટનેસ અંગે જાગૃતિ અને પ્રોત્સાહન આપવાનો તથા સામાજિક સેવા માટે ભંડોળ ઊભું કરવાનો છે.

કોવિડ-19 સંબંધિ ગુજરાત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરાશે

પ્રવિણ છાજેડે આ અંગે જણાવ્યું હતું કે, કોવિડ-19 સંબંધી ગુજરાત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા સાથે સામાજિક અંતર અને સ્વચ્છતાની જાળવણી કરતા અમે કેપીએલ 2020-21નું આયોજન કર્યું છે. અમને સારા પ્રતિસાદની આશા છે. જેનાથી આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપવા જરૂરી ભંડોળ એકત્ર કરવાના અમારા મિશનને સાકાર કરી શકાશે.

કર્ણાવતી પ્રીમિયર લીગના ટાઈટલથી આયોજન

કેપીએલના આયોજનના હેતુ અંગે વાત કરતાં લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીના પ્રેસિડેન્ટ કૃણાલ શાહે જણાવ્યું હતું કે, ઘણા સમયથી અમારા સભ્યો કર્ણાવતી પ્રીમિયર લીગનું આયોજન કરવાની યોજના બનાવતા હતા. અમારો ઉદ્દેશ યુવાનોને ક્લબ તરફ આકર્ષિત કરીને રમત-ગમતની પ્રવૃત્તિઓેને પ્રોત્સાહન આપવાનો, પરિવારની સહભાગીતાને સુનિશ્ચિત કરવાનો તથા ભાઈચારાને બળ આપીને ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવાનો છે. અમે ક્લબને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈને સમાજની સેવા કરવા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

31 જાન્યુઆરીએ ફાઈનલ મેચ રમાશે

ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી પ્રીમિયર લીગની શરૂઆત 23 જાન્યુઆરીથી એટલે કે આજથી થઈ રહી છે. આમાં પ્રથમ મેચ કટારિયા ઈન્ડિયન્સ અને આરફિન વોરિયર્સ વચ્ચે યોજાશે. તેમ જ બીજી મેચ લાયન્સ સુપર કિંગ્સ અને ગુજરાત રોયલ્સ વચ્ચે યોજાશે. આ 5 દિવસીય કાર્યક્રમ છે તથા 31 જાન્યુઆરીએ ફાઈનલ મેચ રમાશે. વિજેતા ટીમ રૂપિયા 5 લાખ અને રનર અપ ટીમને રૂપિયા 1.25 લાખનું ઈનામ આપવામાં આવશે. લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી સૌથી મોટું લાયન્સ ક્લબ છે, જેના વિશ્વભરમાં 1.4 મિલિયનથી વધુ સભ્યો છે અને 210 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે. કોરોના કાળમાં પણ લાયન્સ ક્લબે લોકોને ખૂબ મદદ કરી હતી. લાયન્સ કર્ણાવતી આ લીગની સફળતાને જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો ઉદ્દેશ રાખે છે. જેથી સમાજની સેવા માટે વધુ ભંડોળ એકત્ર કરવામાં મદદ મળી રહે.

ABOUT THE AUTHOR

...view details