ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી 3 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી - forecast

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી 3 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

By

Published : Jul 6, 2019, 9:24 AM IST

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે ગુજરાતના કરછ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તથા દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વર્ષવાની શક્યતાઓ છે. બીજા દિવસની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોરબી ભાવનગર બોટાદ ગીર સોમનાથ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દીવ-દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

જ્યારે ત્રીજા દિવસે ગાંધીનગર ,સાબરકાંઠા, મહેસાણા ,અરવલ્લીમાં હળવેથી મધ્યમ વરસાદ થશે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ ,વડોદરા, પંચમહાલ, મહિસાગરમાં હળવો વરસાદ વર્ષવાની સંભાવના છે. ગુજરાતના સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લામાં આગામી 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે જ્યારે વરસાદની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ વર્ષશે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વર્ષી શકે છે.

ABOUT THE AUTHOR

...view details