અમદાવાદ : ગુજરાતની એકમાત્ર અને અમદાવાદ સ્થિત તમિલ સ્કૂલ અને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા તમિલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું જણાવવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓ તમિલ ભાષાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અન્ય ભાષામાં હવે અભ્યાસ કરવો તેમના માટે ખૂબ જ કઠિન ગણવામાં આવી રહ્યું છે. જેને લઇ વાલીઓ દ્વારા શરૂઆતમાં સ્કૂલ સંચાલકો સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો પરંતુ સ્કૂલ અંગે કોઇ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા આખરે તેઓએ અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી ત્યારબાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદની તમિલ સ્કૂલ બંધ કરવાના નિણર્ય પર તમિલનાડુના મુખ્યપ્રધાને વિજય રૂપાણીને લખ્યો પત્ર - exclusive story
ગુજરાત રાજ્યની એકમાત્ર તમિલ સ્કૂલ જે અમદાવાદના મણિનગર ખાતે આવેલી છે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી તમિલ સ્કૂલને લઈને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેને લઇ તમિલનાડુના મુખ્યપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્કૂલને બંધ ન કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.
જેમાં તેમણે જણાવ્યું હતું કે આ સ્કૂલ બંધ ન થવી જોઈએ કારણ કે જો સ્કૂલ બંધ થશે તો તેમના બાળકો અભ્યાસથી વંચિત રહેશે એવામાં ગઈકાલે વિદ્યાર્થીઓ સાથે સાથ જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિઓ સામે દેખાવો કર્યા હતા બાદમાં ડિયોના પ્રતિનિધિએ પોતાની વિગક તથા રજૂ કરી હતી. બીજી તરફ શાળાના ટ્રસ્ટીઓએ આ શાળાની અંગ્રેજી માધ્યમની શાળામાં ટ્રાન્સફર કરવા દરખાસ્ત કરી હોવાનું ઓલ ગુજરાત સ્ટુડન્ટ ફેડરેશનને જણાવ્યું હતું. ત્યારે વાલીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે કે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક ભાષા પર ભાર મૂકે છે એક તરફ નવી શિક્ષણ નીતિ સ્થાનિક ભાષા ઉપર ભાર મૂકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રહેલી તમિલ પરિવારના બાળકો માટે એકમાત્ર તમિલ ભાષાની શાળા બંધ કરવાનો નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને લખવામાં આવેલ પત્ર બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યના મુખ્યપ્રધાન ગુજરાતની એકમાત્ર તમિલ સ્કુલને લઈને કઈ રીતે નિર્ણય કરે છે તે તો જોવાનું રહ્યું.