- જૈન પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ
- જૈનો માટે આઠ દિવસ સુધી મહાત્મ્ય દર્શાવશે ઈટીવી ભારત
- પાંચમ દિવસનું શુ છે મહત્વ ?
અમદાવાદ: જૈન શ્રાવકો માટે ઈટીવી ભારત લઈને આવ્યું છે. પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે પાંચમા દિવસનું મહત્વ જાણીએ.
જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાંચમા દિવસનું જણાવે છે મહત્વ... આ પણ વાંચો:જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...
ગુરુભગવંતોના આશિર્વાદથી કલ્પસુત્રનું વાંચન
રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા ભાઈ-બહેનોને કહ્યું હતું કે, પાંચમા દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસથી ભગવાન મહાવીરના જન્મનું વાંચન થાય છે. ભગવાનની માતાને જે 14 સ્વપ્ન આવે છે. તેમાં પાંચમાં દિવસે ભગવાનના જન્મની અનુભૂતિ થાય છે. જો કે ખરેખર ભગવાનનો જન્મ આ સમયે થયો હોતો નથી પરંતુ તેનું વાંચન જ ખૂબ પવિત્ર હોય છે.
આ પણ વાંચો:પર્યુષણ પર્વની શરૂઆતમાં જ ગાંધીનગર સાંપા ગામના જૈન મંદિરમાં થઈ ચોરી
અમદાવાદના 127 ઉપાસના કેન્દ્રોમાં ભગવાન જન્મનું વાંચન
અમદાવાદના 127 ઉપાસના કેન્દ્રમાં સર્વે જૈન ભાઈ-બહેનો પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ વાંચન માટે અવશ્ય આવે છે અને ઉપાસના કેન્દ્રોમાં બેસવાની જગ્યા પણ ખૂટી પડે છે. તેના શબ્દો ખૂબ પવિત્ર છે.