અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને ધમધમાટ જ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ ભાજપએ આજે 160 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમીપાર્ટી દ્વારા 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો હજી પણ યથાવત રહ્યો છે. ત્યારે ભાજપમાં ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ઘણા બધા લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે (Gujarat Congress) પોતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
પક્ષ પલટું નેતાઓને લઇને નિવેદનભાજપમાં જોવા મળતો ટિકિટને અસંતોષને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા (Congress National Spokesperson) એ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી જે 14 એમએલએ પહેલા ગયા હતા કે જે જઈ રહ્યા છે તેના જે કારણો હતા એનો નિર્ણય પણ લેવામાં આવી ચૂક્યો છે. વર્તમાનમાં જો કોઈ નારાજ છે તો એના ઉપર હાઈ કમાન્ડ ખૂબ જ સિરિયસ છે અને એની ચર્ચા પણ ચાલી રહી છે.