ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વકીલોનું CAAને સમર્થન - NPR

દેશમાં CAA (નાગરિકતા સુધારા કાયદો), NRC (રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર), NPR રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરનો વિરોધ થઇ રહ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. અમદાવાદમાં વકીલોએ CAAને સમર્થન આપ્યું છે.

caa
અમદાવાદ

By

Published : Jan 30, 2020, 8:34 PM IST

Updated : Jan 31, 2020, 7:19 AM IST

અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોએ ગાંધીબ્રિજ થી શરૂ કરી કલેકટર ઓફિસ સુધી નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી. વકીલોએ નાગરકિતા કાયદાને સમર્થન પણ આપ્યું છે. વકીલો દ્વારા લોકોમાં નાગરિકતા કાયદા વિશે જાગૃકતા આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ: વકીલોએ CAAને સમર્થનમાં આપ્યું

આગામી દિવસોમાં વકીલો દ્વારા લોકોને આ કાયદા વિશે ડોર ડુ ડોર માહિતી આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં નાગરિકતા કાયદોનો ભારે વિરોધ થઇ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ પણ બની છે. ભાજપ દ્વારા નાગરિતા કાયદાના સમર્થનમાં રેલીઓ પણ યોજવામાં આવી રહી છે.

Last Updated : Jan 31, 2020, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details