ગુજરાત

gujarat

ETV Bharat / state

100 ટકા ક્ષમતા સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો શરૂ - મલ્ટીપ્લેક્સ

કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સદંતર ઘટાડો આવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે ગત 16મી માર્ચથી સિનેમાઘર અને મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ 50 ટકાની મર્યાદિત સંખ્યામાં ખોલવાની છૂટ આપી હતી. ત્યારે સોમવારથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમાઘર તેમજ મલ્ટિપ્લેક્સ 100 ટકા ગ્રાહકોની સંખ્યામાં ખોલવાની છૂટ આપી છે. ત્યારે મલ્ટિપ્લેક્સધારકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

કોરોના પોઝિટિવ કેસ
કોરોના પોઝિટિવ કેસ

By

Published : Feb 1, 2021, 6:55 PM IST

  • સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સમાં 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી
  • મલ્ટીપ્લેક્સ માલિકોમાં આનંદની લાગણી પ્રસરી
  • રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ આપવા મલ્ટીપ્લેક્સ માલિકોની માગ

અમદાવાદ : લોકડાઉનના કારણે નવી ફિલ્મ્સ રિલિઝ થતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા પ્રેક્ષકો સાથે સિનેમા ઘર ખોલવાની છૂટ આપવામાં આવી હતા, ત્યારે પ્રેક્ષકોના અભાવના કારણે મોટાભાગના સિનેમાના શો રદ્દ કરવા પડતા હતા. કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો તથા સંસ્થાઓ માટે વિવિધ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ સરકારે હજૂ સુધી અમારા સિનેમા ઉદ્યોગને કોઈ પણ જાતનું રાહત પેકેજ આપ્યું નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમારા ઉદ્યોગને તાત્કાલિક અસરથી રાહત પેકેજ આપવું જોઈએ. ત્યારે રાત્રિ કરફ્યૂમાં પણ છૂટછાટ આપવા માગ કરવામાં આવી છે.

100 ટકા ક્ષમતા સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો શરૂ

500 કરોડનું નુકસાન

આ મામલે હવે સિનેમાઘરોના માલિકોને આશા છે કે, હવે ધીમે ધીમે સિનેમા ઉદ્યોગ પાટા પર આવી જશે. સરકારે રાત્રિ શોમાં સિનેમાઘરોને છૂટછાટ આપે તો આ ઉદ્યોગ ઝડપથી વેગવંતુ બનશે. કોરોનાના સમયમાં આ ઉદ્યોગને અંદાજીત 500 કરોડનું નુકસાન થઇ ગયુ હોય તેમ જણાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details