અમદાવાદઃ SOGની ટીમે બાતમીના આધારે અમિતકુમાર રાવલ નામના આરોપીની નવા વાડજ ખાતેથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી વર્ષ 2005માં લીમડી ખરીદ વેચાણ સંઘના એકાઉન્ટટ તરીકે ફરજ બજાવતો હતો.
અમદાવાદઃ 74 લાખની ઉચાપત કરીને 15 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો - ગુજરાતના ક્રાઇમ ન્યૂઝ
SOGએ છેલ્લા 15 વર્ષથી લીમડી પોલીસ સ્ટેશનના ઉચાપતના ગુનામાં નાસતા ફરતા આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. આરોપીએ 15 વર્ષ અગાઉ 74 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.
અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ
પોતાના કાર્યકાળ દરમિયાન આરોપીએ સંઘના 74 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. જે અંગે લીમડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી ધરપકડથી બચવા 15 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપ સમયાંતરે પોતાનું રહેઠાણ બદલી નાખતો હતો. આરોપીની ધરપકડ કરીને લીમડી પોલીસને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરવામાં છે.