વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે રાતના એક દંપતી દ્વારા છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મૉલમાં ગઈકાલે રાતે એક ડૉક્ટર દંપતી ખરીદી કરવા જતાં મૉલના સ્ટાફ દ્વારા મહિલાની છેડતી કર્યાનો આક્ષેપ મહિલાના પતિ દ્વારા કરવામાં આવ્યો હતો.
ચેન્જરૂમમાં કપડા બદલતી હતી મહિલા, મોલના કર્મચારીએ કર્યું ડોકિયું, જાણો પછી શું થયું..? - lady
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર ખાતેના એક મૉલમાં શૉ રૂમમાં મહિલા ચેંજિંગ રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે શૉ રૂમમાં કામ કરતા કર્મચારીએ ડોકિયું કર્યું હતું. જે મહિલાના પતિએ જોયું હતું અને આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ahmedabad
જેમાં મહિલા દંપતી કપડાંની ખરીદી માટે આવ્યા હતાં. જ્યારે દંપતિ ચેંજિંગ રૂમમાં ચેન્જ કરવા ગયા તે દરમિયાન મહિલા જે રૂમમાં ચેન્જ કરતી હતી. ત્યારે, તેમના પતિ ચેંજિંગ રૂમમાંથી બહાર આવતી વખતે મૉલનો સ્ટાફ મેમ્બર તેમની પત્નિના ચેન્જરૂમમાં ડોકિયું કરતો જોવા મળતા તેને પ્રાથમિક મૉલના મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ દંપતી દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે વસ્ત્રાપુર PI મનોહરસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.