જાણો, અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવો હશે પોલીસ બંદોબસ્ત - ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદમાં પણ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહેશે. આ બંને મહાનુભાવોના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા તેનો ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
જાણો, ટ્રમ્પ અને મોદીના આગમનને લઈને કેવો હશે પોલીસ બંદોબસ્ત
અમદાવાદ : ટ્રમ્પના આગમનને લઈને તૈયારીમાં શહેર પોલીસ પણ સક્રિય થઇ છે અને ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જે મુજબ અમદાવાદની મુલાકાત દરમિયાન પોલીસ વિભાગના 25 IPS અધિકારી, 65 ACP, 200 PI, 800 PSI અને 10,000 પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે. જે તમામ પોલીસ કર્મીઓ અમદાવાદ એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી અલગ અલગ લેયરમાં આ સુરક્ષા બંદોબસ્ત રહેશે.