ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે

રાજ્યના લોકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા E-Fir સેવા જુલાઈ 2022 માં શરૂ કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ફોન ચોરી તેમજ વાહનોની ચોરી અંગે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પોતાના ફોનથી E-Fir કરી શકે.

Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે
Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે

By

Published : Feb 19, 2023, 8:35 PM IST

Updated : Feb 21, 2023, 2:50 PM IST

Ahmedabad News

અમદાવાદ:E-Fir સેવામાં ઘરે બેઠા FIRને પગલે 48 કલાકમાં જે તે વિસ્તારના પોલીસ અધિકારી દ્વારા તેનો સંપર્ક કરી કાર્યવાહી કરવામાં આવે અને શહેરીજનોને થતા સમયના વેડફાટ અને પોલીસ સ્ટેશનના ધક્કા બચાવી શકાય તેવો હેતુ હતો. પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જેઓને E-Fir કઈ રીતે કરવી તે અંગે માહિતી ઓછી અથવા તો નથી. ત્યારે આજે અમે તમને આ સમગ્ર બાબત વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

આ પણ વાંચો:Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન

કઈ રીતે E-Fir કરી શકાય: સૌથી પહેલા એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી CITIZEN FIRST GUJARAT POLICE નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે. જે ડાઉનલોડ કરતા તેમાં અલગ અલગ ઓપ્શન બતાવવામાં આવે છે. જેમ કે APPLICATION, REGISTRATION, LICENCE/ CERTIFICATE, SEARCH DETAILS. આ તમામ ઓપશનમાંથી APPLICATION ના ઓપશનને સિલેક્ટ કરવાથી તેમાં e-Application, e-FIR (VEHICLE/MOBILE THEFT), Report Missing person અને Report missing stolen properrty નો ઓપશન જોવા મળશે.

કઈ વિગતો સાથે e-FIR કરવાની: સૌથી પહેલા તમારે સિટિઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે જે રજીસ્ટ્રેશન તમે તમારા મોબાઈલ નંબર અને તો ઇ-મેલ આઇડી થકી કરી શકો છો. જે બાદ એપ્લિકેશનના ઓપ્શનમાં જઈને e-FIR પર ક્લિક કરીને તમારા ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ વાહનની વિગતો ભરીને રિપોર્ટ સબમિટ કરી શકો છો. આવા કિસ્સામાં ખાસ કરીને મોબાઈલ ફોન ચોરાયો હોય તો મોબાઈલ ફોનનું બિલ મોબાઈલ ફોનનો નંબર તેના IMEI નંબર, ચોરાયાનો સમય અને સ્થળ સહિતની તમામ વિગતો લખવાની રહે છે. તેવી જ રીતે જો વાહન ચોરી થયુ હોય તો વાહનનો નંબર એન્જિન નંબર ચેચીસ નંબર સહિતની તમામ વિગતો સાથે e-FIR કરવાની રહે છે.

48 કલાકમાં પોલીસ સ્ટેશન પહોંચે e-FIR: e-FIR નોંધાવ્યા બાદ 48 કલાકમાં લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં e-FIR પહોંચી જાય છે અને તે સંદર્ભે જે તે વિભાગના પોલીસ અધિકારી કર્મચારી દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી આ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે અને ચોરાયેલા મોબાઈલ અને વાહનને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. 22 જુલાઈ 2022 ના રોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ e-FIR વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા e-FIR સેવાનો શુભારંભ 23મી જુલાઈના રોજ કરવામાં આવશે અને જેના થકી ગુજરાતના નાગરિકોને ઘરે બેઠા ફરિયાદ કરવાનો રસ્તો મોકલો થઈ જશે.

આ પણ વાંચો:Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ

e-FIRના ફાયદાઓ: અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનો મોબાઇલ ફોન અથવા તો વાહન ચોરાઈ જાય તો તેને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કલાકો સુધી બેસી રહેવું પડતું હતું અને સાથો સાથ કામ ધંધો નોકરીનો સમય બગાડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હતા, તે તમામ અગવડોનો અંત લાવવા માટે આ સર્વિસ શરૂ કરવામાં આવી અને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ સેવાનો લાભ લીધો છે.

  • e-FIR કર્યાના 48 કલાકમાં પોલીસ દ્વારા ફરિયાદીને સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળની મુલાકાત અથવા તો મોબાઈલ અને વાહનની ચોરી અંગે તપાસ શરૂ કરવામાં આવે છે.
  • પોલીસ દ્વારા 21 દિવસમાં તપાસનો રિપોર્ટ પણ કોર્ટમાં મોકલવામાં આવે છે, આ સમગ્ર બાબત Email અને SMS મારફતે ફરિયાદીને મોકલવામાં આવે છે અને સાથોસાથ વીમા કંપનીઓને પણ વિગતો પોલીસ દ્વારા મોકલવામાં આવે છે.
  • e-FIR શરૂ કરવાથી ન માત્ર પ્રજાજનો પરંતુ પોલીસ વિભાગને પણ તેનો ઘણો લાભ થયો છે જેમાં પોલીસ મથકોમાં થતો વર્ક લોડ 15 ટકા જેટલો ઘટી ગયો હોવાનું સામે આવ્યું છે.
  • e-FIR સર્વિસને હજુ પણ અપગ્રેડ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે ખાસ કરીને ફરિયાદ કર્યા બાદ ફરિયાદને અન્વયે જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હોય તેનું પણ સતત અપડેટ પોલીસ દ્વારા તેઓને આપવામાં આવે તે પ્રકારની માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ e-FIR સર્વિસ ખૂબ સારી છે પરંતુ હજુ પણ તેમાં સુધારા વધારાની જરૂર લાગી રહી છે ઘરે બેઠા ફરિયાદ લીધા પછી પણ તેમાં શું કાર્યવાહી કરવામાં આવી તેના માટે ઘરે બેઠા માહિતી મળે તેવું કરવાની જરૂર છે. - મિતેષ ભાવસાર, બિઝનેસમેન

આ સર્વિસ ખૂબ જ સારી છે પરંતુ આમાં હજુ પણ ઘણા સુધારા વધારા કરવાની જરૂર લાગે છે, મોબાઈલ ચોરી અને વાહન ચોરી ની જેમ અન્ય ગુનાની પણ ફરિયાદ ઓનલાઈન થઈ શકે તે પ્રકારની કામગીરી સરકારે કરવી જોઈએ - ભાવિક પટેલ, બિઝનેસમેન

Last Updated : Feb 21, 2023, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details