અમદાવાદઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં જનમાષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે કોરોનાના કહેરને ધ્યાને રાખીને મંદિરોમાં દર વખતની જેમ ઉજવણી કરવામાં આવી રહી નથી. આ સમયમાં લોકો ઘરે રહી મનોરંજન મેળવી શકે તેવા પ્રયાસ અને શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર જન્માષ્ટમી માટે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલું ગીત ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અને પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજ બારોટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
આજે જન્માષ્ટમીઃ છેલ્લા 3 વર્ષથી કીર્તિદાન અને જીગ્નેશ કૃષ્ણભક્તિના ગીતને રિલીઝ કરી રહ્યાં છે, આ રહ્યું ગીત... - ક્રિષ્ન ભક્તિ
ચાલુ વર્ષે કોરોનાના લીધે લાદવામાં આવેલા લોકડાઉન અને સરકારની સોશિયલ ડિસ્ટન્સિંન્ગનું પાલન કરવાના આદેશને કારણે મનોરંજન જગત હાલમાં સંપૂર્ણ ઓનલાઈન થઈ ગયું છે. લોકોને કલાકારોના લાઈવ કાર્યક્રમ અને આપણા ગુજરાતના સાંસ્કૃતિક ડાયરાઓ જોવા મળી રહ્યાં નથી.
Jignesh Kaviraj
વધુમાં આ સાથે જ જીગ્નેશ કવિરાજે કલાકારોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારના બીજા નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને દરેક કલાકારોની તબિયત સારી રહે તેવી કામના કરી હતી.