ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં દલિત અત્યાચાર મુદે કિરીટ સોલંકીની પ્રતિક્રિયા... - atrocity

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ ઘટનાને લઈને રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતી જોવા મળી રહ્યાં છે.

દલિત અત્યાચારની ઘટનાને લઈને કિરીટ સોલંકીની પ્રતિક્રિયા

By

Published : May 13, 2019, 8:55 PM IST

આ ઘટનાને લઈને ભાજપના નેતા કિરીટ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા, કડી, બાવળામાં દલિતો પર અત્યાચારની ઘટના સામે આવી છે. જેમાં દલિતો અસ્પૃશ્યતાના મામલે પીડાતા હતા, એટલે જ આઝાદી બાદ બાબા સાહેબ સમાનતાનો અધિકાર લાવ્યા. આ સાથે જ એક્રોસિટી બિલ લાવ્યા હતા. ત્યારે મોદી સરકારમાં આ બિલને વધારે કડક કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ લગ્ન કરવા જાય અને ઘોડા પર ન બેસવા દેવો એ મધ્યયુગની માન્યતા છે અને આ માન્યતાને હું વખોડું છું.

દલિત અત્યાચારની ઘટનાને લઈને કિરીટ સોલંકીની પ્રતિક્રિયા

આ પ્રકારના બનાવોને દાબી દેવો જોઈએ અને આ કેસમાં સરકારે પગલાં લીધા છે. કડીમાં જે બનાવ બન્યો તેમાં પણ નાયબ મુખ્યપ્રધાન ગયા અને તેમાં પણ પગલાં લેવાયા છે. આ ઘટનાને રાજકારણનો મુદ્દો ન બનાવીએ અને સામાજિક દુષણ પણ દૂર કરવું જોઈએ. હું આ તમામ કામગીરીની નોંધ લઉં છું, પણ જ્યાં પણ કચાસ રહી હોય ત્યાં કડક હાથે કામ લેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details