ગુજરાત

gujarat

ETV Bharat / state

કિન્નરે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી - હાઈકોર્ટમાં વચગાળા જામીન અરજી

વર્ષ 2018માં થયેલી હત્યાના કેસમાં જામીન મેળવવા માટે કિન્નર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે હાલ આરોપી કિન્નરની વચગાળા જામીન અરજી લંબાવી આપી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

kinner
કિન્નરે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

By

Published : Aug 9, 2020, 3:22 AM IST

Updated : Aug 9, 2020, 11:51 AM IST

અમદાવાદ: વર્ષ 2018માં ઉસ્માનપુરા પાસે વ્યાજના પૈસા માંગવાના અને મારા-મારી બાદ થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી કિન્નર કામિની દે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અગાઉ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે ગુનો ગંભીર પ્રકારનો હોવાથી જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે હાલ ગુજરાત હાઈકોર્ટે આરોપીના 4 સપ્તાહના વચગાળા જામીન અરજી મંજુર કર્યા છે. જોકે તેમણે રેગ્યુલર જામીન અરજી કરી છે.

વર્ષ 2018માં કામિની દે અને અન્ય બે આરોપીઓએ સાથે મળીને અમિષ નામના યુવાનની હત્યા કરી દીધી હતી. ત્યારબાદથી આરોપી જેલમાં હતો. જોકે કોરોના મહામારીને લીધે આરોપીને વચગાળા જામીન મળ્યા છે. આરોપી કિન્નર તરફે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં વચગાળા જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોરોના મહામારી દરમિયાન તેની 13 વર્ષીય છોકરીનું ધ્યાન રાખવા માટે કોઈ નથી તેવી રજુઆત કરવામાં આવી હતી. 13 વર્ષીય દીકરી આરોપી દ્વારા દત્તક લેવાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોર્ટે રજુઆતને ધ્યાનમાં રાખીને આરોપીના 4 સપ્તાહના જામીન મંજુર કર્યા હતાં.

કિન્નરે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી
આ સમગ્ર કેસની વિગત એવી છે કે 2018માં ઉસમાનપુરા વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતી-દેતી કેસમાં આરોપી કિન્નર અને અન્ય બે આરોપીઓએ ફરિયાદીના ભાઈ અમિશ પટેલની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેની સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Last Updated : Aug 9, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details